દામનગરમાં નગરપાલીકા કક્ષાનો ૭રમો સ્વાતંત્ર્ય દિન પર્વ શેઠશ્રી એમ.સી. મહેતા હાઈસ્કુલમાં યોજાઈ ગયો. સ્વાતંત્ર્ય દિન પર્વ પર શહેરની પ્રા.શાળા, હાઈસ્કુલના વિદ્યાર્થીઓએ રેલી સ્વરૂપે શેઠશ્રી મુળજીભાઈ છગનભાઈ મહેતા હાઈ.માં પહોંચી ના. મામલતદારના હસ્તે ધ્વજવંદ બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ થયેલ. જેમાં એમ.સી.મહેતા હાઈ.ની વિદ્યાર્થીની પુજા ભેડાને દામનગર સવાણી પ્રા.શાળાના એમ.એમ.સી.ના સભ્ય અતુલ શુકલ તરફથી પ્રોત્સાહક ભેટ આપવામાં આવેલ.