રાજકોટ પશ્ચિમ બેઠકમાંથી વિજય રૂપાણી સામે કોંગ્રેસના ધારાસભ્યે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. ચૂંટણીને લઇ ઈન્દ્રનીલ રાજ્યગુરૂ અને ભાજપ વચ્ચે અનેક વખત બોલાચાલી અને પોસ્ટર યુદ્ધ થયા છે. ત્યારે ગત અઠવાડિયે ભાજપના કાર્યકર દ્વારા રૂપાણીની બેઠક વિસ્તાર એટલે કે જંક્શન પ્લોટમાં કોંગ્રેસના કાર્યકરને માર મારવામાં આવ્યો હતો. જેને લઇ ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ પોલીસને ઉગ્ર રજૂઆત કરી કÌšં હતું કે, ભાજપને સહયોગ આપ્યા વગર તપાસ કરજા નહીં તો અમે રૂપાણી અને તેના મળતીયાઓને પકડી પકડીને મારશું.
ઈન્દ્રનીલ રાજ્યગુરૂની ગુંડાગીરી જુઓ તે નામથી સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ઈન્દ્રનીલ કહી રહ્યા છે કે, ‘અમે કાયદો વ્યવસ્થા જાળવી રાખી છે. અમે જા અમારા છૂટા મૂકીશું તો વીણી વીણીને અમે મારશું. બે મહિના કાઢવા અઘરા પડી જાશે અને બિલકુલ તૈયારી સાથે આવ્યો છું. ભાજપનો ધનસુખ ભંડેરી, નીતિન ભારદ્વાજ અને રૂપાણી આ બધાને અમે પકડી પકડીને મારશું.’
ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ જણાવ્યું હતું કે, ‘મારી રજૂઆતને અલગ રીતે ટ્વીસ્ટ કરી લોકો વચ્ચે ફરતી કરી છે. સીએમ સામે ચૂંટણી લડવાનો છું એટલે ડરી ગયેલી ભાજપે આવું કારસ્તાન કર્યું છે અને જા પોલીસ ભાજપને સહયોગ આપશે તો ન છૂટકે અમારે અમારૂ રક્ષણ કરવું જ પડશે.’