પાલીતાણા રામદેવરા ચેરી. ટ્રસ્ટ દ્વારા ત્રિવિધ કાર્યક્રમો યોજાયા

2343

પાલીતાણા સ્થિત રામદેવરા ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ રામાપીર યુવક મંડળ દ્વારા આંબેડકર સોસાયટી હાથિયાધાર વિસ્તારમાં રામાપીર મંદિરની જગ્યામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

ગુરૂપૂર્ણિમાના પાવન પ્રસંગે રામાપીરની મૂર્તિ પ્રતિષ્ઠા તેમજ મંદિરના પટાંગણમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ પાલીતાણાના ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા તેમજ શહેર ભાજપ પ્રમુખ નીતિનભાઈ ચૌહાણ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ નાગરિક શરાફી મંડળીના પ્રમુખ પ્રવિણભાઈ ગઢવી તેમજ કોર્પોરેટર રૂમીભાઈ શેખ, હંસાબેન ગોહિલ, માજી કોર્પોરેટર દિનેશભાઈ મારૂ વગેરેની ઉપસ્થિતિમાં યોજવામાં આવેલ. જેમાં મહાનુભાવોના વરદ હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવેલ.

આ પ્રસંગે રામદેવરા ટ્રસ્ટ વિવિધ હોદ્દેદારો તેમજ રામદેવરા યુવા ગ્રુપ મંડળના સભ્યો ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કર્યુ હતું. મૂર્તિ પ્રતિષ્ઠા તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમ સફળ બનાવવા આંબેડકર સોસાયટીના સભ્યો, યુવાનો, સત્સંગ મંડળના બહેનોએ સારી જહેમત ઉઠાવેલ.

Previous articleમહાકાલેશ્વર મંદિરે તીરંગાનો શણગાર
Next articleબાબરકોટ ખાતે સ્વચ્છતા જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો