નર્મદા સિમેન્ટ જાફરાબાદ વર્કસ દ્વારા બાબરકોટ પ્રાથમિક અને માધ્યમિક શાળામાં સ્વચઋતા કિટ વિતરણ કાર્યક્રમ તા. ૧૧-૮-ર૦૧૮ના રોજ યોજવામાં આવ્ય્. એક કદમ સ્વચ્છતા કી ઔરની ઝુબેશમાં નર્મદા સિમેન્ટ દ્વારા બાળકોમાં સ્વચ્છતાની ટેવ વિકસે એ હેતુ સાથે આ કાર્યક્રમ યોજવામાં આવ્ય્. આ કાર્યક્રમને સફળ બનાવવા બાબરકોટ સરપંચ અનકભાઈ સાખટ, ગ્રામ પંચાયત સભ્યો, મામલતદાર ચૌહાણ, એજયુકેશન ઓફિસર વાઢેર નર્મદા કંપનીના યુનિટ હેડ વિજય ઈકરે, એચ.આર. ફંકશન હેડ ભુપેન્દ્રસીંગ, એ.ઓ.ડી. દિલીપ મિશ્રા, તરૂણ દિવાન એન.આર. જેઠવા અને સી.આર. ટીમ મનસુખ સાકરીયા અને ફાલ્ગુનીબ હેન હાજર રહ્યા હતાં. આ કાર્યક્રમમાં સ્વચ્છતાની ટેવ બાળકોમાં વિકસે તેની જાગૃતિ આપવામાં આવી અને તમામ મહાનુભાવો દ્વારા ૧૦૯પ સ્વચ્છતા કિટ વહેચવામાં આવી આ પ્રસંગે વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો.