પાલિતાણામાં ‘મિશન વિદ્યા’ પ્રોજેકટને વાલીઓનું સમર્થન

901

પાલિતાણા તાલુકાના શેત્રુંજી ડેમ કલસ્ટરની ભુલિયા પ્રાથમિક શાળામાં ભણતા બાળકોમાં ‘મિશન વીદ્યા’ અંતર્ગત ધો-૬ થી ૮ના પ્રિય બાળકોમાંથી સતત ગેરહાજર રહેતા બાળકોનો આજ રાત્રે તા. ૧૬-૮-૧૮ના દિવ્સે સી.આર.સી. કો શેત્રુંજી ડેમ મોરી ઉદયસિંહ એમ. અને ભુતિયા પ્રા.શાળા આચાર્ય કાચરિયા લક્ષ્મણભાઈ વી. ધો ૬ થી ૮ના ગેરહાજર રહેતા પ્રિય બાળકોના વાલીનો સંપર્ક કર્યો હતો. જેમાં વાલીઓનો હકારાત્મક અભિગમ જોવા મળ્યો હતો. જેમાં ધો.-૮નો પ્રિય વિદ્યાર્થી ગોહિલ અલ્પેશ ધીરૂભાઈને મોરી ઉદયસિંહ એમ. (સીઆર.સી.કો રો.ડેમ) એ દત્તક લઈ શનિ-રવિ શાળા સમય પછી પણ બે -બે કલાક ઘરે જઈને મિશન વિદ્યા કાર્યક્રમ અંતર્ગત વાંચન, લેખન  અને ગણીત કરાવવાનું નક્કી કર્યું હતું.

Previous articleજે.કે.સરવૈયા કોલેજ ખાતે અભિમુકતા કાર્યક્રમ યોજાયો
Next articleરાજુલાના રામપરા ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી