રાજુલા તાલુકાના રામપરા-ર ખાતે તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ ડેપ્યુટી કલેકટર ડાભીની અધ્યક્ષતામાં યોજાયો જેમાં વન વિભાગ દ્વારા વૃક્ષારોપણ અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં દેશ ભક્તિના શોર્યગીતોથી વિદ્યાર્થીઓ મંત્રમુગ્ધ કર્યા. રાજુલા તાલુકાના રામપરા-ર વંદ્રાવન બાગ ખાતે તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ ડેપ્યુટી કલેકટર ડાભીની ધ્વજવંદનની અદબ જાળવવા ખુમારી પુર્વક સરપંચ સનાભાઈની જહેમત અને રાષ્ટ્રના ગૌરવ તિરંગાને સલામી આપવા પીકપ કરી બહોળી સંખ્યામાં પોલીસ ડિપાર્ટમેન્ટ વન વિભાગના અધિકારી રાજયગુરૂ, મામલતદાર ચોહાણ, તાલુકા વીકાસ અધિકારી એન.પી. ત્રિવેદી, પીપાવાવ મરીન પોલીસ મથકના પીએસઆઈ પરમાર તેમજ વૃંદાવનબાગ આશ્રમના મહંત રાજેન્દ્ર દાસ બાપુ, માજી તાલુકા ચેરમેન અરજણભાઈ વાઘ આહીર સમાજ અગ્રણીઓમાં જીકારભાઈ યાદવ ટ્રાન્સપોર્ટ તેમજ જીકારભાઈ વાઘ શ્રીજી સહિત તાલુકાના આગેવાનોની ખાસ ઉપસ્થિતિમાં મહંત રાજેન્દ્ર દાસબાપુ તથા ડેપ્યુટી કલેકટર ડાભીના માર્ગદર્શન રાષ્ટ્ર દેશ ભક્તિના શોર્ય ગીતો સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ વિદ્યાર્થીઓ દ્વારા ઉજવાયો તેમજ ડેપ્યુટી કલેકટર ડાભી, મામલતદાર ચૌહાણ રામપરાના સરપંચ સુનાભાઈ વાઘ અને વન વિભાગના રાજયગુરૂ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ ઉજવાયો હતો.