ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ટેસ્ટ સીરિઝમાં ભારતીય ટીમના ખરાબ પ્રદર્શનનું મોટું કારણ તૈયારીઓમાં કમી પણ માનવામાં આવી રહ્યું છે. હવે આ વિવાદમાં પાકિસ્તાની ક્રિકેટ ટીમના કેપ્ટન સરફરાઝ અહેમદએ પણ સલાહ આપી છે. પાકિસ્તાની કેપ્ટનને કહ્યું કે ભારતના મુકાબલે પાકિસ્તાની ટીમે ઇંગ્લેન્ડ પ્રવાસ માટે સારૂ હોમવર્ક કર્યુ હતું.
વિરાટ કોહલીની ટીમ હાલમાં પાંચ મેચોની સીરિઝમાં ૦-૨થી પાછળ છે. ભારતને પ્રથમ એઝબેસ્ટન ટેસ્ટમાં ૩૧ રનથી હારનો સામનો કરવો પડ્યો અને તેના પછી લૉર્ડસમાં ટીમ એક ઇનિંગ અને ૧૫૯ રનથી હારી હતી. મોટાભાગના ક્રિકેટરોએ તેને ટેસ્ટ શ્રેણી માટે ટીમની તૈયારી સાથે જોડી દીધી છે. ભારતીય ટીમે વનડે સીરિઝ બાદ ૫ દિવસોનો વિરામ લીધો હતો. ટેસ્ટ સીરિઝ શરૂ થયા પહેલા ભારતે એક્સેસ વિરૂદ્ધ ૩ દિવસીય પ્રેક્ટિસ મેચ રમી હતી. જેના પછી સનીલ ગાવસ્કર અને હરભજન સિંહ જેવા ક્રિકેટના દિગ્ગજોએ ટીમની તૈયારી ઓને લઇ આલોચના કરી હતી.
આ આલોચનામાં હવે પાકિસ્તાની ક્રિકેટર હરભજન સિંહનું નામ પણ જોડાઇ ગયુ છે. સરફરાઝે પોતાના અનુભવ શેર કરતા કહ્યું કે,”મેં ઇંગ્લેન્ડનો બે વખત પ્રવાસ ખેડ્યો છે. મારા મતે જે પણ એશિયાઇ ટીમો ઇંગ્લેન્ડ પ્રવાસે જાય છે તેમણે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ભારત પણ કોઇ અલગ નથી. ઇંગ્લેન્ડમાં પરિસ્થિતિઓ ખુબ જ મુશ્કેલી ભરી છે.”
સરફરાઝે કહ્યું કે,”એક કેપ્ટન અને એક ખેલાડી સ્વરૂપે મને લાગે છે કે, અમારી તૈયારીઓ યોગ્ય હતી અને અમને તેનું યોગ્ય પરિણામ પણ મળ્યું.