પૂર્વ પાક. ક્રિકેટર ઇમરાન ખાન શનિવારે પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે શપથ લેશે. ઇમરાન ખાન તરફથી આમંત્રણ મળ્યા પછી શપથ ગ્રહણ કાર્યક્રમમાં ભાગ લેવા માટે કોંગ્રેસ નેતા અને પૂર્વ ભારતીય ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુ શુક્રવારે પાકિસ્તાન પહોંચ્યા છે. પાકિસ્તાન પહોંચ્યા પછી સિદ્ધુ શુક્રવારે અટારી-વાઘા બોર્ડર પહોંચ્યા જ્યાં તેમને મીડિયા સાથે વાતચીત કરી અને કહ્યું કે, એક દૂતના સ્વરૂપમાં પાકિસ્તાન જઈ રહ્યા છે, જેના કારણે બંને દેશોના સંબંધોમાં સુધાર થશે.
પંજાબ સરકારમાં કેબિનેટ મંત્રી નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું કે, હું એદ સદભાવના દૂત રૂપમાં પાકિસ્તાન જઈ રહ્યો છું. હું એ આશા સાથે ત્યાં જઈ રહ્યો છે કે જેના કારણે બંને દેશો વચ્ચેના સંબંધોમાં સુધાર થશે. ઇમરાન ખાન તરફથી નવજોત સિંહ સિદ્ધુની સાથે સુનીલ ગાવસ્કર અને કપિલ દેવને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.
પાકિસ્તાન પહોંચવાની સાથે પાક. મીડિયા સાથે વાતચીતમાં સિદ્ધુએ કહ્યું કે, હું એક રાજનીતિ વ્યક્તિ તરીકે અહીં આવ્યો નથી. હું પ્યાર, અમન અને ખુશહાલીની સદભવાના દૂત બનીને મિત્રની પાસે આવ્યો છું.