ભારતનાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનાં નિધન પર શોક વ્યક્ત કરતાં ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યમાં સાત દિવસનો રાજકીય શોક જાહેર કરવા ઉપરાંત ૧૭મી ઓગસ્ટે રાજ્યની તમામ સ્કૂલ તથા કોલેજોમાં રજાનું એલાન કર્યું હતું અને તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અટલ બિહારી વાજપેયીની અસ્થિઓને પ્રદેશનાં દરેક જિલ્લાની પવિત્ર નદીઓમાં પ્રવાહિત કરવામાં આવશે. તેમણે શોક વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, અટલ બિહારી વાજપેયીએ વ્યક્તિગત હિતને બદલે હંમેશાં રાષ્ટ્રીય હિત માટે કામ કર્યું હતું અને તેમણે દેશનાં રાજકારણને સ્થિરતા આપી હતી. સાત દિવસનાં રાજકીય શોક દરમિયાન ઉત્તર પ્રદેશની તમામ સરકારી ઓફિસો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે. એટલું ન નહીં પરંતુ, અટલ બિહારી વાજપેયીની અસ્થિઓને પ્રદેશની તમામ પવિત્ર નદીઓમાં પ્રવાહિત કરવામાં આવશે એવી જાહેરાત યોગી આદિત્યનાથે કરી છે.