આ એક જ નિર્ણય જેના કારણે વાજપેયીની થઈ હતી ટીકા !!!

981

અટલ બિહારી વાજપેયીના કાર્યકાળ દરમિયાન ઘણી નોંધપાત્ર ઘટનાઓ બની હતી પરંતુ એક ઘટના એવી હતી જેના કારણે દુનિયાની નજર ભારત પર જાણે અટકી ગઈ હતી. જેના કારણે ઘણાં ટિક્કારોએ તેમની ઘણી ટિકા પણ કરી હતી. અને તે ઘટના હતી ઈન્ડિયન એરલાઈન્સના વિમાન ૈંઝ્ર-૮૧૪નું અપહરણ મામલે. જ્યારે સાત દિવસ સુધી વાતચીતના તમામ પ્રયત્ન નિષ્ફળ રહ્યા હતા ત્યારે ભારત સરકારે પોતાના યાત્રીઓથી ભરેલા વિમાનને સકુશલ મુક્ત કરવવા માટે ત્રણ આતંકવાદીઓને છોડી મુક્યા હતા.

૧૯૯૯ની ૨૪ ડિસેમ્બરે નેપાળ એરપોર્ટથી ઇન્ડિયન એરલાઇન્સનું વિમાન દિલ્હી ઉડ્યું પણ હાઇજેક કરી દેવાયું ને કંદહાર લઈ જવાયું. આઠ દિવસની ચર્ચા બાદ અટલ સરકારે હાઇજેકર્સની માગ સામે ઝુકવું પડ્યું હતું. વિમાનામાં કુલ ૧૮૦ મુસાફરો અને ક્રૂ મેમ્બર મુસાફરી કરી રહ્યા હતા. જે પછી વિમાનને અમૃતસર, લાહોર અને દુબઈથી સીધી અફઘાનિસ્થાનના કંદહાર એરપોર્ટ પહોંચાડ્યું હતું.

કંદહાર પહોંચવા પહેલા જ્યારે વિમાન દુબઈ એરપોર્ટ પર પહોંચ્યું ત્યારે તેમના ૧૭૬ મુસાફરોમાંથી ૨૭ને દુબઈ ઉતારી દીધા હતા. જેમાં મહિલાઓ અને બાળકો હતા. તેમજ ઈજાગ્રસ્તોને પણ ઉતારી દીધા હતા. તે સમયે અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન હતું અને તેને ભારતીય વિમાનને ત્યાં રોકવા માટે સ્થાન આપ્યું હતું. જેના કારણે ભારતીય અધિકારીઓને આતંકવાદીઓ સાથે વાતચીત કરવામાં મુશ્કેલી થઈ રહી હતી. તાલિબાને પોતાના લાભ માટે ભારત સરકાર અને આતંકવાદીઓની વચ્ચે મધ્યસ્થતાનું કામ કર્યું હતું.

અપહરણકર્તાઓની શરૂઆતમાં માંગણી ભારતીય જેલમાં બંધ ૩૫ આતંકવાદીઓને મુક્ત કરવાની અને ૨૦૦ મિલિયન અમેરિકન ડોલર કેશની કરી હતી. ભારતમાં વડાપ્રધાન વાજપેયી, ગૃહમંત્રી આડવાણી અને વિદેશ મંત્રી જશવંત સિંહ સહિત સરકાર આતંકીઓની માંગણી પર વિચાર કરી રહી હતી. જે પછી આતંકીઓએ સાથે વાતચીત કરવા માટે ઘણાં મધ્યસ્થી કર્યા હતા અને આખરે વાજપેયી સરકાર ૩ આતંકવાદીઓને મુક્ત કરવા સુધી માની ગઈ હતી.

આ માટે આતંકવાદીઓ પર પણ ભારે દબાણ કરવામાં આવ્યું હતું. જેના કારણે ૭ દિવસ પછી નિર્ણય લેવામાં આવ્યો હતો અને તત્કાલીન વિદેશ મંત્રી જશવંત સિંહ જાતે મૌલાના મસૂદ અઝહર,અહમદ જરગર અને શેખ અહમદ ઉમર સઈદને કંદહાર છોડવા ગયા હતા. આ સાથે જ ભારતે ૧૫૫ જેટલાં મુસાફરોને બચાવવા માટે ભારે મહેનત કરી હતી.

વાજપેયીના કાર્યકાળમાં આ નિર્ણયની વિરોધીઓ તરફથી ઘણી વખત ટીકા કરવામાં આવતી રહેતી હતી પરંતુ સરકારના હાથ બંધાયેલા હતા અને સ્થિતિ એટલી હદે નાજુક હતી કે કુશળ નિર્ણયકર્તાએ પણ લોકોની રક્ષા સામે ઝુકવું પડ્યું હતું.

Previous articleવાજપેયીની અસ્થિનું ઉત્તર પ્રદેશની દરેક નદીઓમાં કરાશે વિસર્જન
Next articleદુનિયા ૧૩ નંબરને અશુભ માનતી, અટલજી ૧૩ નંબરને લકી માનવા લાગ્યા