શહેરના આખલોલ જકાતનાકા વિસ્તારમાં આવેલ મહાદેવનગર સ્થિત શાળા નિષ્ઠા ફાઉન્ડેશનના ઉપક્રમે ધો.૧ થી ૧ઢમાં સારા પર્સન્ટેજ સાથે ઉતીર્ણ થયેલ વીદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા ઈનામ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં દેશના સિમાડે રખોપા કરતા વિર જવાનોના હસ્તે બાળકોને પુરસ્કાર આપી પ્રોત્સાહિત કર્યા હતાં. આ કાર્યક્રમમાં નિષ્ઠા ફાઉન્ડેશનના મહેશભાઈ પંડયા, કુલદિપભાઈ ગઢવી, અનિરૂધ્ધસિંહ નરેન્દ્રસિંહ આરતીબેન પંડયા સહિતના સભ્યો જોડાયા હતાં.