ધોલેરા તાલુકાના કમિયાળા પ્રા. શાળામાં ફરજ બજાવતા રવિ હાર્દિક જગદિશભાઈ (શિક્ષક)નું અકાળે નિધન થયેલ. તેમની તૃતિય માનસિક પૂણ્યતિથિ નિમિત્તે સ્વર્ગસ્થ શિક્ષકના પરમમિત્ર સંકેતભાઈ પંચાલ, ખુણ પ્રા.શાના શિક્ષકને મિત્ર શિક્ષકને શ્રધ્ધાંજલી આપવાના ભાગરૂપે રકતદાન શિબિર યોજવાના વિચારે રકતદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ. જે અંતર્ગત તાલુકાના શિક્ષક મિત્રો, સારસ્વત મિત્રો તથા ધોલેરા રકતદાન ઈચ્છુક ગ્રામજનોને આ અંગે જાણ કરવામાં આવી હતી.
ધોલેરા કન્યા શાળા ખાતે યોજવામાં આવેલ રકતદાન શિબિર અંતર્ગત ધી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ એમ.પી. શાહ કેન્સર હોસ્પિટલની ટીમ ઉપસ્થિત રહી હતી. આ રકતદાન શિબિરમાં ધોલેરા તાલુકા મહિલા પ્રમુખ વતી રાજભા ચુડાસમા, અમદાવાદ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના મહિલા ચેરમેન દિગ્પાલસિંહ ચુડાસમા, દિપકભાઈ પંચાલ (કે.ની.) તા.પ્રા. સંઘ પ્રતિનિધિઓ, બી.આર.સી. મયુરભાઈ તથા સી.આર.સી. મિત્રોની ઉપસ્થિતિમાં રકતદાન શિબિર યોજાઈ હતી.જેમાં તાલુકાના પ્રા. શાળાઓના શિક્ષક મિત્રો તેમજ ધોલેરાના ગ્રામજનો દ્વારા રકતદાન કરવામાં આવતા કુલ પ૧ યુનિટ રકતદાતાઓ દ્વારા એકત્રિત કરવામાં આવેલ. એકત્રિત થયેલ રકતદાન યુનિટ કેન્સર પિડીતો માટે વપરાશમાં લેવામાં આવશે તેમ એમ.પી. શાહ કેન્સર હોસ્પિટલની ટીમ દ્વારા જાહેર કરવામાં આવેલ.