ભારત દેશના મહાન વિભૂતી રાષ્ટ્રના સાચા સેવક અને નોંધનિય બાબત માનનિય અટલબિહારી વાજપાયીની રાષ્ટ્ર માટે પોતાનું આખુ જીવન રાષ્ટ્ર સેવામાં સમર્પિત દીધું. આવા પુરૂષની ભારત દેશને જબરી ખોટ પડી છે અને તે જીવ્યા ત્યાં સુધી ભાગલાવાદીઓથી ખૂબ જ નફરત કરતા જેને માટે હિન્દુ-મુસ્લિમ, શીખ, ઈસાઈ દરેકને ભારતીય નજરે જોતા રહ્યાં હતા તેથી ભાજપના પાયાના પથ્થર આરએસએસના ધુરંધર અગ્રણી હોવા છતાં રાજકિય દરેક પક્ષો કોંગ્રેસ ભાજપ કે અન્ય રાજકિય દળોના આગેવાનો છેક જીવ્યા ત્યાં સુધી તેની ખૂબ જ અદબ જાળવતા માટે આજે રાજુલા નગરપાલિકા કોંગ્રેસની છે છતાં આજે રાજુલામાં એકતાનું પ્રતિક જોવા મળ્યું. ભાજપના જિલ્લા મહામંત્રી રવુભાઈ ખુમાણ, કોંગ્રેસ શહેર પ્રમુખ અને નગરપાલિકાના ઉપપ્રમુખ છત્રજીતભાઈ ધાખડા, દિપેનભાઈ ધાખડા, વિનુભાઈ રામ, કિશોરભાઈ ધાખડા, નગરપાલિકા પ્રમુખ બાઘુબેન બાલાભાઈ વાણીયા, કિશોરભાઈ ધાખડા દલિત આગેવાન તેમજ ભાજપ શહેર પ્રમુખ મયુરભાઈ, રજનીભાઈ જાલોંધરા, ચીફ ઓફિસર રાકેશ પરીખ અને ભાજપના કાર્યકરો, કોંગ્રેસના રસુલભાઈ, ઈમ્તીયાજભાઈ સહિત તમામ ભાજપ-કોંગ્રેસના આગેવાનો એક સાથે રહી અટલજીને શ્રધ્ધા સુમન કર્યા તે અન્યો માટે પ્રેરણાદાયક રહેશે તેમજ નગરપાલિકા ઉપપ્રમુખ છત્રજીતભાઈ ધાખડા અને આહિર સમાજ આગેવાન બાલાભાઈ વાણીયા દ્વારા સ્વ.અટલજીની પ્રતિમા સામે ર મીનીટ મૌન પાળી હૃદયથી શ્રધ્ધાંજલી આપી હતી.