ભાવનગર શહેરમં રાજાશાહી કાળમાં ૩૦૦થી વધુ પારસી પરિવારોનો વસવાટ હતો ઈરાત દેશથી હિજરત કરીને પોતાના અસ્તીત્વ ટકાવી રાખવા સંઘર્ષ કરી રહેલ આ નિરાશ્રીતોને રાજવી પરિવારોએ આશરો તથા આજીવીકા પ્રદાન કરી નિર્ભઈ કર્યા હતાં. પરંતુ વૈશ્વિક ક્ષેત્રે પારસી લોકોની ઘટી રહેલી સંખ્યા આજે પણ પારસી સમાજ માટે ચીન્તાનો મોટો માહોલ સર્જી રહ્યો છે. ત્યારે આજે શહેરમાં નવાપરા વિસ્તારમાં આવેલ પારસીની અગીયારી ખાતે પારસી લોકોએ પરંપરાગત રીતે નવા વર્ષ પતેતીની ઉજવણી કરી હતી સ્વર્ગસ્થ વડા પ્રધાન અટલ બિહારી બાજપઈના નિધનને પગલે પારસીઓ દ્વારા બે મિનિટનું મૌન પાળી શ્રધ્ધાજંલિ પાઠવી હતી બાદ અરસ-પરસને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.