ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના સરકડીયા ગામે રહેતા શખ્સને બે ચોરાઉ મોટરસાયકલ સાથે એસઓજી ટીમે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી હતી.
ભાવનગર એસ.ઓ.જી. શાખાના સ્ટાફના માણસો શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પોલીસ હેડ કોન્સ. અનિરૂધ્ધસિંહ ગોહિલને મળેલ બાતમી આધારે ભાવનગર, શિહોર તાલુકાના સરકડીયા ગામેથી આરોપી જેસીંગભાઇ જેરામભાઇ ચૌહાણ ઉ.વ.૪૩ને આધાર પુરાવા કે કાગળો વિનાના બે મોટર સાથે ઝડપી પાડેલ જેમા હિરો હોન્ડા સ્પ્લેન્ડર રજી નંબર જીજે પ એક્યુ ૪૭૬ કિ.રૂ઼. ૨૦,૦૦૦/-, હિરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ રજી નંબર વિનાનું કિ.રૂ઼. ૨૫,૦૦૦/- સાથે ઝડપી પાડેલ હતો બન્ને મોટર સાયકલ બાબતે ખરાઇ કરતા એક મોટર સાયકલની ચોરી બાબતે અલંગ પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીનો ગુન્હો રજીસ્ટર થયેલ છે. અને બીજા બાબતે તપાસ ચાલુ છે. કાયદેસર કાર્યવાહી કરી શિહોર પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.
આ કામગીરી એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. ડી.ડી.પરમારના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખાના હેડ કોન્સ. અનીરૂધ્ધસિંહ ગોહીલ, ટી.કે.સોલંકી, પોલીસ કોન્સ. પ્રદિપસિંહ ગોહિલ, શરદભાઇ ભટ્ટ, ધર્મેન્દ્રસિંહ ગોહિલ તથા હારીતસિંહ ચૌહાણ જોડાયા હતા.