ધંધુકા-ધોલેરા સહિતના પંથકમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ગાજ-વિજ સાથે ફરી એન્ટ્રી થતા લોકોમાં રાહતની લાગણી ફેલાઈ છે.
છેલ્લા બે દિવસથી અમદાવાદ જિલ્લાના છેવાડે આવેલ ધંધુકા, ધોલેરા સહિતના અનેક પંથકમાં કાળા ડીબાંડ વાદળો ઘેરાવા સાથે ગાજવીજ સાથે વરસાદ શરૂ થતા લોકોમાં રાહતની લાગણી ફેલાઈ છે. નોંધપાત્ર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા તો બીજી તરફ કેટલાક વિસ્તારોમાં વિજ પુરવઠો ખોરવાઈ જવા પામ્યો હતો. ધંધુકા પંથકમાં દોઢ ઈંચ જેવો વરસાદ વરસ્યો હતો.