આદર્શનગર ત્રણ માળીયાનો દાદર તૂટયો : વૃધ્ધા-યુવતીને બચાવાયા

1745

શહેરના ભરતનગર વિસ્તારમાં આવેલ આદર્શનગર ત્રણ માળીયામાં દર વર્ષની માફક ચોમાસા દરમ્યાન દાદર અને બાલ્કની પડવાની ઘટના બને છે. જેમાં આજરોજ ફરી ત્રણ માળીયાનો દાદર તુટી પડતાં એક વૃધ્ધ અને યુવતી ત્રીજા માળે ફસાઈ ગયા હતાં. જેમને ફાયર સ્ટાફે રેસ્કયુ કરી બચાવી લીધા હતાં.

બનાવની મળતી વિગતમુજબ શહેરના ભરતનગર આદર્શનગર ત્રણમાળીયા ૧પ-એસહિતના ફલેટો  છેલ્લા ઘણા વર્ષોથી જર્જરીત થઈ ગયા છે. દર વર્ષે ચોમાસા દરમ્યાન દાદર-બાલ્કની પડવાની ઘટનાઓ બને છે. છતા તંત્ર દ્વારા આંખ-આડા કરી માનવ જીંદગીને મરવા છોડી દીધા છે. જેમાં આજરોજ ફરી એક ત્રણ માળીયાનો દાદર બપોરના સમયે તુટી પડ્યો હતો. જેમાં ત્રજા માળે રહેતા ગૌરીબેન ચુનીલાલ સરવૈયા (ઉ.વ.૬૦) અને પાયલબેન મોહીતભાઈ દાણી (ઉ.વ.ર૦) ફસાય ગયા હતાં. બનાવની જાણ થતા ફાયર સ્ટાફ દોડી જઈ રેસ્કયુ કરી બન્નેને બચાવી લીધા હતાં.

Previous articleધંધુકા-ધોલેરા પંથકમાં મેઘરાજાની પૂનઃ પધરામણી
Next articleમેઘરાજાની પુનઃ પધરામણી મુરજાતી મોલાતને મળ્યુ નવજીવન