રાજય સાથો સાથ ભાવનગર શહેર તથા જિલ્લામાં ફરિ એકવાર ચોમાસુ સક્રિય થયુ હોય તેવુ જણાઈ રહ્યું છે ર૪ કલાક દરમ્યાન ભાવનગર શહેર જિલ્લામાં એકથી અઢી ઈંચ જેવો નોંધપાત્ર વરસાદ નોંધાવા પામ્યો છે. પરિણામે લોકોમાં રાહતની લાગણી વ્યાપી છે.
જુલાઈ માસના પ્રારંભ દરમ્યાન એકાદ સપતાહ સુધી ભાવનગર શહેર તથા જિલ્લાને મેઘરાજાએ બરાબર ધમરોળ્યા હતાં અને એ સાથે લોકો તથા ધરતીપુત્રો દ્વારા સારા વર્ષની અપેક્ષાઓ સેવી હતી પરંતુ જુલાઈના પ્રથમ સપ્તાહ બાદ વરસાદ અદ્રશ્ય થઈ જતા અને વાતાવરણ સ્વચ્છ બનતા તાપમાનનો પારો પુનઃ ઉચકાયો હતો. ગત સપ્તાહ દરમ્યાન મહત્તમ તાપમાન ૩૪થી ૩૬ ડીગ્રી નોંધાતા ભર ચોમાસે લોકો પરસેવે તરબત્તર થવા સાથે તીવ્ર બફારાનો અનુભવ કરી રહ્યા હતાં. જેમાં છેલ્લા એકાદ સપ્તાહથી ભાવનગર શહેર જિલ્લામાં આકાશ વાદળોથી છવાયેલું જોવા મળી રહ્યું હતું. પરંતુ વાતાવરણમાં ભેજનું પ્રમાણ હોછુ હોવાના કારણે વરસાદ વરસતો ન હોય લોકોમાં ચિંતાનો માહોલ વયાો હતો તો બીજી તરફ વાવેર બાદ વરસાદ ખેંચાતા ધરતી પુત્રો પર ચિંતાના વાદળો ઘેરાયા હતાં. એવા સમયે પાંચેક દિવસથી રાજયનું હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહીઓ કરવામાં આવીર હી હતી પરંતુ તંત્રએ જાહેર કરેલ સંભવીત તારીખો મુજબ સામાન્ય વરસાદ પણ ન થતા લોકોની આશા ઠગારી નિવડી હતી. પરંતુ ગત તા. ૧૬-૮ને શુક્રવારના રોજ શાસ્ત્ર મત મુજબ વરસાદ માટે અતિ અગત્યના ગણાતા મઘા નક્ષત્રનો પ્રારંભ થતાની સાથે પુનઃ એકવાર વરસાદનો રા.ન્ડ શરૂ થયો છે. ભાવનગર શહેર તથા જિલ્લામાં ૧થી લઈને સાડા ત્રણ ઈંચ સુધીનો વરસાદ માત્ર ચોવીસ કલાકમાં નોંધાતા વાડી ખેતરોમાં મુરજાતી મોલાતને નવુ જીવતદાન મળ્યુ છે અને ખેડુતો તથા લોકોમાં પણ નવી આશાનો સંચાર થયો છે. ગત મોડી રાત્રે ભાવનગર શહેરમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. તથા સવાર પણ હળવા ભારે ઝાપટાઓ વરસતા રહ્યા હતાં. લોકો માટે સૌથી રાહતની વાત એ પણ છે કે ચોમાસાના બીજા રા.ન્ડમાં મેઘરાજાએ એ વિસ્તારને પણ આવરી લીધો છે કે જયા આ સિઝનમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો હતો તેવા વિસ્તારોમાં પણ બીજા રા.ન્ડમાં સારો વરસાદ વરસી રહ્યો છે. ભાવનગર જીલ્લામાં સૌથી વધુ મેઘમહેર મહુવા તાલુકામાં સૌથી ઓછો ગારિયાધાર, ઉમરાળા તથા વલભીપુર તાલુકામાં નોંધાયો છે. તો બીજી તરફ જિલ્લાના મૂખ્ય જળાશય શેત્રુંજી ડેમ ભાવનગર શહેરનું ગૌરીશંકર સરોવર બોરતળાવ સહિત અન્ય જળાશયો પણ છલક સપાટીથી ખાસ્સા ખાળી છે. આથી આગામી દિવસો દરમ્યાન પ્રથમ રા.ન્ડ જેવો ધોધમાર વરસાદ થાય તો ખેડૂતો સહિત આમ પ્રજાજનોની ચિંતાઓ દુર થાય તેમ છે. ભાવનગર જિલ્લાના દરિયાકાંઠાના ગામડાઓમાં વરસાદનું જોર સારૂ એવું જોવા મળી રહ્યું છે. ભાવનગર શહેર ઉપરાંત તળાજા, મહુવા, પાલિતાણા સહિત તમામ તાલુકાઓમાં વત્તા ઓછા પ્રમાણમાં વરસાદ નોંધાયો છે.