તળાજા તાબેના સરતાનપર ગામનો યુવાન ગામના તળાવમાં માછીમારી કરવા જતા ડુબી જતા મોત નિપજ્યું હતું.
પ્રાપ્ત વિગત મુજબ, તળાજા તાબેના સરતાનપર ગામે રહેતા બુધાભાઈ દાનાભાઈ ચુડાસમા ઉ.વ.૪૦ ગામના સ્મશાન પાસે આવેલ તળાવમાં માછીમારી કરવા જતા કાદવ-કીચડમાં પગ ખુંચી જતા પાણીમાં ડુબી જતા મોત નિપજ્યું હતું. બનાવની જાણ લક્ષ્મણભાઈ દુધાભાઈ ચુડાસમાએ તળાજા પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઈ જરૂરી કેસ કાગળો કરી લાશને પી.એમ. અર્થે ખસેડવામાં આવી હતી.