પુલવામામાં આંતકીઓનો ગ્રેનેડ હુમલો, ૪ ઘાયલ

1102

શુક્રવારે જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આંતકવાદીઓ દ્વારા સુરક્ષા દળો પર ગ્રેનેડ હુમલો કરાયો. પોલીસ અધિકારી મુજબ આંતકીઓએ પોલીસ કાર્યાલયના મુખ્ય દ્વાર પર ગ્રેનેડ ફેંક્યો હતા પરંતુ નિશાન ચૂકતા તે જનમાર્ગ પર પડીને ફાટ્યો જેમાં ચાર નાગરિકો ઘાયલ થયા હતા. જેમાંથી એકના હાલત ગંભીર હોવાનું જણાવાયું છે.   નોંધનીય છે કે જમ્મુ-કાશ્મીરમાં આંતકી ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યા છે. પુલવામા જીલ્લાની એક ઘટનામાં આંતકવાદીઓએ શુક્રવાર એક મહિલાની ગોળી મારી હત્યા કરી હતી, જેના લીધે પૂરા વિસ્તારમાં ગંભીર સ્થિતિ ઉભી થઇ છે.

માનવામાં આવી રહ્યું છે કે આ આંતકવાદીઓ હિબ્જુલ મુજાહિદીનથી જોડાયેલા હતા. મૃતક શમીના ક્વિલની રહેવાસી હતી. પુલવામાના દ્રુબગામમાં તેને ગોળી મારવામાં આવી હતી. સારવારમાં લઇ જતા ડોક્ટરોએ મૃત જાહેર કરી હતી.

Previous articleરાજયમાં મેઘરાજાની પુનઃ એન્ટ્રી, કપડવંજમાં ૬ ઇંચ
Next articleમાલ્યાને ભારતીય બેંકોને કેસ લડવાનો ખર્ચ ચૂકવવા બ્રિટિશ હાઈકોર્ટનો આદેશ