રેટિંગ એજન્સી ઈન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચ દ્વારા ૨૦૧૮-૧૯ના વર્ષ માટે દેશના આર્થિક વૃદ્ધિ દર (જીડીપી)ના પોતાના અનુમાનમાં સુધારો કરીને ઘટાડો કર્યો છે. એજન્સીના જણાવ્યા અનુસાર આ નાણાકીય વર્ષમાં ભારતનો આર્થિક વૃદ્ધિ દર ૭.૨ ટકા રહેવાનું અનુમાન છે. અગાઉ આ જ એજન્સીએ જીડીપી દર ૭.૪ ટકા રહેવાનું અનુમાન કર્યું હતું.એજન્સીએ ક્રૂડ ઓઇલના ભાવ ૨૦૧૮-૧૯માં વધવાના કારણે ફુગાવો વધવાની શક્યતાના આધારે ભારતની જીડીપીનું અનુમાન ઘટાડ્યું છે. આ ઉપરાંત તમામ ખરીફ પાક માટે લઘુતમ સમર્થન મૂલ્ય વધારીને પાકના ખર્ચના દોઢગણા કરવાની અસર પણ આર્થિક વૃદ્ધિ દર પર પડશે.રેટિંગ એજન્સીએ નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ માટે પોતાના મધ્યવર્તી અહેવાલમાં જણાવ્યું છે કે વધતા જતા વ્યાપાર સંરક્ષણવાદ, રૂપિયામાં ઘટાડો જેવાં પરિબળોનાં કારણે હાલ મજબૂત આર્થિક સંકેતો મળી રહ્યા નથી.