સૌરાષ્ટ્ર કચ્છ કાઠીયાવાડની જુની અને પ્રસિધ્ધ લોક કહેવત ‘જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડો’ આ બાબતને સારી રીતે આત્મસાર કરી સાંપ્રત સમાજને નવો રાહ ચિંધનારી સંસ્થા રોબીન હુડ આર્મી સંસ્થા ભાવનગર શહેરમાં દિનદુઃખી લોકોને ભરપેટ ભોજન કરાવી સામાજીક સેવાનો શ્રેષ્ઠ રાહ ચિંધી રહી છે ત્યારે આ ઉમદા કાર્યમાં લોક સ્વતંત્રતાની જવલંત જાગીર તથા અગ્રતમ દૈનિક ‘લોકસંસાર’એ પણ સુર પુરાવ્યો છે. આ નેક કાર્યમાં મિડીયા પાર્ટનર તરીકે ‘લોકસંસાર’ દૈનિક જોડાયું છે. રોબીનહુડ આર્મી સંસ્થા દ્વારા લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે, દેશમાં દરરોજ ૧૯ કરોડ લોકો ભુખ્યા સુવે છે. આ એક વિકટ સમસ્યા છે જે સમસ્યા સૌના સહીયારા પ્રયત્નો થકી નાબુદ કરી શકાય તેમ છે. આથી ભાવનગરમાં વસતા લોકો તથા રેસ્ટોરા હોટલ સંચાલકો પોતાને ત્યાં વધેલ આહાર થકી ગરીબ લોકોની જઠરાગ્ની તૃપ્ત કરી શકે છે. જો આપના પ્રસંગને કોઈ રસોઈ વધી હોય તો સંસ્થાના અનુજ દેવલુક મો.૯૦૩૩૭પ૦પ૧૮, અર્જુન રાઠોડ ૯૯૭૯પ૩૮ર૩૪ તથા જયકલ્પ બારૈયા ૭૦૪૬રર૯૭૪૪નો સંપર્ક કરી ઉમદા કાર્યોમાં સહભાગી બની શકો છો.