ભારત સરકારના સુચના અને પ્રસારણ મંત્રાલયના ક્ષેત્રિય પ્રચાર કાર્યાલય-ભાવનગર દ્વારા જામનગર ખાતે હસ્તકલા સહયોગ શિબિર અંતર્ગત વિશેષ જનસંપર્ક કાર્યક્રમનું જામનગરના સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષસ્થાને આયોજન કરાયું હતું. જેમાં મેયર પ્રતિભાબેન, ઔદ્યોગિક સહકારી સંઘના ચેરમેન લાલજીભાઈ સોલંકી તેમજ વ† મંત્રાલય ગુજરાતના આસીસ્ટન્ટ ડાયરેક્ટર કે.ધનરાજન સહિત ઉપÂસ્થત રહ્યાં હતા.ક્ષેત્રિય પ્રચાર અધિકારી દેવેન્દ્ર ત્રિવેદી હસ્તકલા સહયોગ શિબિરનો હેતુ જણાવતા કહેલ કે, હસ્તકલા સાથે જાડાયેલ કારીગરોની કલાનું સન્માન સાથે શા†ના વ્યવસાય થકી તેમનું જીવનધોરણ ઉંચુ આવે તે માટે સરકારની અનેક પ્રોત્સાહક નીતિઓ છે જેની જાણકારી અને માર્ગદર્શન આપવા કાર્યક્રમનું આયોજન કરાયું છે. વ† મંત્રાલયની હસ્ત કલા, કારીગરો માટેની યોજનાઓની જાણકારી આપવાની સાથે સરકારની માહિતીઓ સાથે જાડાયેલ વિવિધ યોજનાઓની જાણકારી પણ પુરી પાડી હતી.
હસ્તકલા એ આપણો વારસો છે અને એ જ આપણી અનેરી ઓળખ છે તેમ કહેતા જામનગરના સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું કે, આ કલા વારસાને મહિલાઓ જીવંત રાખી રહી છે. જે ગૌરવની વાત છે અને માટે જ હસ્તકલા સાથે સંકળાયેલ કારીગરની સમસ્યાઓને દુર કરી તેમના આ વ્યવસાયમાં તેઓ પ્રગતિ કરી શકે તે માટે સરકાર હંમેશા તેમની સાથે છે. કાર્યક્રમ દરમિયાન હસ્તકલા કારીગરોને વ† મંત્રાલય દ્વારા ઓળખકાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે વ્યવસાય માટે જરૂરી લોન મેળવવા મુદ્રા યોજનાના ફોર્મ પણ સ્વીકારવામાં આવ્યા હતા.