500 અને 1000ના દરની 3.37 કરોડની જૂની ચલણી નોટો ઝડપાઇ

1508

વીઆઇપી રોડ પરથી પસાર થતી ઇન્ડિકા કાર GJ 5 CG 531 માં નોટો બદલવા માટે આવી રહી હોવાની બાતમી પોલીસને મળી હતી. જેના આધારે ખટોદાર પોલીસે વોચ ગોઠવી ઓપરેશનને સફળ બનાવ્યું હતું. ખટોદરા પોલીસે આ ઓપરેશનમાં કારમાંથી 1000 ના દરની અને 500 ના દરની નોટોનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. જેની કિંમત જે તે વખતે ચલણ પ્રમાણે 3 કરોડ 37 લાખની હતી.

પોલીસે જૂની ચલણી નોટના જથ્થા સાથે ગંગાસિંગ ખીમસિંગ રાજપૂત, શેખ લતિફ શેખ રફિક અને મોહંમદ જાવેદ મોહંમદ અલી શેખને ઝડપી પાડ્યા હતાં. જૂની નોટો સાથે ઝડપાયેલા ત્રણેયની સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આરોપીઓ આ જૂની ચલણી નોટ કોને આપવાના હતાં અને બદલમાં કેટલા રૂપિયા લેવાના હતા તે સહિતની બાબતોની તપાસ પોલીસે શરૂ કરી છે.

Previous articleરોબીનહુડ આર્મી સંસ્થા સાથે જોડાવા અપીલ
Next articleહાર્દિકનો મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર