લાંબા સમયથી ચર્ચામાં રહેલા પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ પોતાના સંબંધોને આગળ વધારવા જઈ રહ્યાં છે. શુક્રવારે અમુક પરિવારજનો અને મિત્રોની હાજરીમાં પ્રિયંકાના ઘરે વિશેષ પૂજા અને ‘રોકા’ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું.
નિક જોનાસના માતા-પિતા પહેલા જ ભારત પહોંચી ચૂક્યા છે. નિક અને પ્રિયંકાની રોકા-સગાઈની તમામ વિધિઓ હિંદૂ પરંપરા અનુસાર જ કરવામાં આવી હતી. પ્રિયંકાની સગાઈની જાણ થતા જ લખનઉમાં ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત રહેલી પરિણીતી ચોપરાએ મેકર્સ પાસેથી એક દિવસનો બ્રેક માંગ્યો અને સીધી મુંબઈ પહોંચી ગઈ હતી. પ્રિયંકા અને નિક રોકા સેરેમની દરમિયાન ટ્રેડિશનલ લુકમાં જોવા મળ્યા હતા.