હાઈ-વેના સર્વિસ રોડ પર દબાણો તોડવાની કામગીરી આરંભાઇ હતી. ઓપરેશન ચાલુ કરતા પહેલા તંત્ર દ્વારા ૪૦૦ હાઇ-વે પરના દબાણો દૂર કરાશે. જેનું ર્માકિંગ કરી લેવામાં આવ્યું છે. આજ પ્રકારની કાર્યવાહી સઇજ હાઇવે તેમજ છત્રાલ હાઇવે અને જીઆઇડીસીમાં હાથ ધરવામાં આવી હતી. દબાણ હટાવવાની કામગીરીમાં પ્રથમ દિવસે જ શેડ સહિતના ૫૨ દબાણ તોડી પાડવામાં આવ્યા હતા. કાર્યવાહી દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ બને નહીં તેના માટે પ્રારંભથી જ ૨૦૦ જેટલા પોલીસ જવાનોને સમગ્ર જિલ્લામાંથી બોલાવીને અહીં તૈનાત કરી દેવાયા હતા અને જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.
સઇજ હાઇવે, સ્વામિનારાયણ ગુરૂકુલ રોડ પર આવેલા દબાણો તેમજ છત્રાલ હાઇવે અને જીઆઇડીસીમાં દબાણો દુર કરવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં પોલીસ જવાનો સાથે આવેલા અધીકારીઓએ ૧૦ જેટલા જીસીબી મશીન કામે લગાડીને મજુરોની મદદથી દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી. હાઇ વે ઓથોરિટીના અધિકારી સુત્રોના જણાવવા પ્રમાણે ૪૦૦ જેટલા દબાણો દુર કરવાની કાર્યવાહી આરંભવામાં આવી છે. જેમાં છત્રાલ જીઆઇડીસી સહિતના સ્થળો પરથી ૫૨ દબાણો દુર કરવામાં આવ્યા હતા. છત્રાલ હાઇ વે પર બે મોટા વે બ્રીજ વજન કાંટાઓને હાઇ-વે દબાણ તોડી દૂર કરાયા હતા.
છત્રાલ હાઇવે અને જીઆઇડીસીમાં હાથ ધરવામાં આવી હતી.જેસીબી તેમજ પોલીસ કાફલા સાથે અધીકારીઓ આવી પહોચ્યા હતા, જેના કારણે દબાણકારોમાં દોડધામ મચી જવા પામી હતી.હાઇ વે પહોળો કરવા માટેના મેગા ઓપરેશનને પાર પાડવા માટે છત્રાલ ગ્રામ પંચાયત, કલોલ તાલુકા પંચાયત તેમજ હાઇવે ઓથોરીટી દ્વારા ટીમ બનાવીને દબાણો દુર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. દબાણ તોડવાના મહા અભિયાન દરમિયાન અનિચ્છનીય બનાવ બનવાની શક્યતા જોઇને મોટી સંખ્યામાં પોલીસને ઉતારાઇ હતી. પોલીસના ધાડા ઉતરેલા જોઇને પસાર થતા રાહદારીઓ પણ અચરજ પામ્યા હતા.