શિવકુંજ આશ્રમ જાળીયામાં ચાલી રહેલ પંચ મહાયાગ

903

જાળીયા ગામે પંચમહાયાગ એટલે પવિત્ર શ્રાવણ મહિનામાં એક નહીં પાંચ યજ્ઞો થઈ રહ્યા છે.  પાંચ દિવસના ગણેશયાત્રાની પુર્ણાહુતિ બાદ ત્રિ-દિવસીય વિષ્ણુ યાગ ચાલીરહ્યો છે. શ્રાવણ સુદ સાતમ તા. ૧૭થી શ્રાવણ સુદ નોમ તા. ૧૯ સુધી ચાલશે. શિવકુંજ આશ્રમ જાળીયામાં વિશ્વાનંદ માતાજીના સાનિધ્ય સાથે ભૂદેવો દ્વારા સુંદર આયોજન થયું છે. શ્રાવણ સુદ સાતમ દશમ તા. ર૦થી બાર દિવસનો મહારૂદ્રયક્ષ શરૂ થશે. જે શ્રાવણ વદ પાંચમ તા. ૩૧ સુધી ચાલશે. બે દિવસના નવચંડીયાત્રા અને પાંચ દિવસના મહાકાલ ભૈરવ યાત્રા થઈને કુલ પાંચ થઈ થશે. આ પંચયાગમાં સાધુસંતો મહેમાનો આવી રહ્યા છે. ગોપાલગીરીબાપુ સેવક સમુદાય અને ગામના સેવકો સાથ આપી રહ્યા છે.

 

Previous articleદામનગરમાં શ્રાવણ માસ નિમિત્તે ભક્તિ ભાવનો માહોલ
Next articleબરવાળાના રોજીદ પાસે એસટી બસ – ટ્રક ટેન્કર વચ્ચે અકસ્માત