ઈજાગ્રસ્ત ભુવનેશ્વર કુમાર ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરિઝમાંથી બહાર

1391

ઇંગ્લેન્ડ વિરૂદ્ધ પાંચ મેચની સીરીઝમાં ૦-૨થી પાછળ રહ્યા બાદ સીરીઝ બચાવવામાં લાગેલી ટીમ ઇન્ડિયાને એક મોટો ઝાટકો લાગ્યો છે. ભારતના ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે હવે ત્રીજા ટેસ્ટ મેચમાં નહીં પરંતુ સમગ્ર સીરીઝમાંથી બહાર થઈ ગયો છે. ઈજાને કારણે ભુવનેશ્વર બહાર થયો હોવાનું કહેવાય છે.

અહેવાલ પ્રમાણે ભુવનેશ્વર હુજુ પણ નેશનલ ક્રિકેટ એકેડમી બેંગલુરુમાં ફિટનેસ ટેસ્ટમાંથી પસાર થઈ રહ્યો છે. સુત્રોના મતે હજુ તે સંપૂર્ણ રીતે ફિટ થયો નથી. બીસીસીઆઈ શરૂઆતની ત્રણ ટેસ્ટની જાહેરાત સમયે આશા વ્યક્ત કરી હતી કે ભુવનેશ્વર અંતિમ બે ટેસ્ટમાં ફિટ થઈ જશે પણ તે શક્ય ન બન્યું. જોકે આ પ્રવાસમાં ભારતની સમસ્યા બોલિંગ નહીં પણ બેટિંગ રહી છે. ભારતના બેટ્‌સમેનો બન્ને ટેસ્ટમાં ખરાબ રીતે ફ્લોપ રહ્યા છે. વિરાટ કોહલીને છોડી દેવામાં આવે તો બીજા બેટ્‌સમેનો માંડ માંડ પિચ પર ટકી શકે છે. પ્રથમ ટેસ્ટમાં ભારતનો ૩૧ રને પરાજય થયો હતો અને બીજી ટેસ્ટ ઇનિંગ્સ અને ૧૫૯ રને ગુમાવી હતી.

Previous articleઈમરાનના ચેલેન્જે મને સન્યાસ લેતાં રોકી લીધો : સુનીલ ગવાસ્કર
Next articleમહેન્દ્ર સિંહ ધોની આગામી વર્ષે વર્લ્ડ કપ બાદ સંન્યાસ લે એવી શક્યતા!