મેણા-ટોણાથી ત્રાસી જઈ સસરા દ્વારા કુહાડીના ઘા ઝીંકી પુત્રવધુની હત્યા 

807
bvn15102017-4.jpg

પાલીતાણાના ખારો નદીના કાંઠે કપડા ધોવા ગયેલી યુવતીની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. બનાવ અંગે યુવતીના સસરાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરતા ફરિયાદી ખુદ જ હત્યારો હોવાનું ખુલતા પોલીસે સસરાની ધરપકડ કરી છે.
પ્રાપ્ત વિગત મુજબ, પાલીતાણાથી ગારિયાધાર રોડ પર હડમતીયા પાસે આદર્શ સ્કુલની સામે રહેતા જયાબેન સંજયભાઈ વાઘેલા ગત તા.૧રના રોજ ઘરની પાછળ આવેલ ખારો નદીના કાંઠે કપડા ધોવા ગયા હતા. જ્યાં કોઈ શખ્સે તિક્ષ્ણ હથિયાર વડે જયાબેનની હત્યા કરી નાસી છુટ્યો હતો. બનાવ અંગે જયાબેનના સસરા મનજીભાઈ બેચરભાઈ વાઘેલાએ પાલીતાણા ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ૩૦ર મુજબ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તપાસ દરમ્યાન ફરિયાદી મનજીભાઈએ જ પુત્રવધુ જયાબેનની કુહાડીના ઘા ઝીંકી હત્યા કરી હોવાનું ખુલતા પોલીસે મનજીભાઈ વાઘેલાની ધરપકડ કરી પુછપરછ કરતા મનજીભાઈએ હત્યા કરવાનું કારણમાં જણાવ્યું હતું કે તેમનો મોટો દિકરો સંજયના નવ વર્ષ પહેલા જયાબેન સાથે લગ્ન થયા હતા. લગ્ન થયાના બે માસ પૂર્વે જ જયાબેન ઉલટી-ઉપકા કરતા દવાખાને તેણીની તપાસ કરાવતા જયાબેનને છ માસનો ગર્ભ હતો. જેથી તેઓએ તેના પીયરીયાને જાણ કરી જયાબેનને તેના પિયર મોકલી દીધા હતા. બાદ પરિવારજનો અને સમાજના આગેવાનોની વચ્ચે સમાધાન થયું હતું અને જયાબેન (પુત્રવધુ)ને પરત પોતાના ઘરે લઈ આવ્યા હતા. બનાવમાં છેલ્લા નવ વર્ષથી સમાજના લોકો મનજીભાઈને મેણાટોણા મારતા હતા. જેમાં બે માસ પૂર્વે મનજીભાઈના નાના દિકરાના સસરા (વેવાઈ) ઘરે આવ્યા હતા અને તેણે પણ મનજીભાઈ વાઘેલાને ખુબ જ સંભળાળ્યું હતું અને જયાબેન (પુત્રવધુ)ને લઈ મેણા-ટોણાથી ત્રાસી જઈ મનજીભાઈ (સસરા)એ જયાબેન (પુત્રવધુ)ની ગત તા.૧રના રોજ ખારો નદીના કાંઠે કુહાડીના બે ઘા ઝીંકી હત્યા કરી હોવાની કબુલાત આપી હતી. પોલીસે મનજીભાઈની ધોરણસર અટક કરી વધુ તપાસ પીએસઆઈ વી.એમ. દવેએ હાથ ધરી છે.

Previous articleસુષ્મા સાથે સ્ક્રીન પર સંવાદ…
Next articleવડાપ્રધાન મોદીના કાર્યક્રમમાં ફેરફાર  હવે ર૩મીએ ફેરી સર્વિસનું લોકાર્પણ