પૂર્વ કેપ્ટન એમ.એસ.ધોનીએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ ભારતીય ક્રિકેટ ટીમને ટેસ્ટ ક્રિકેટમાં એક સારા વિકેટ કીપરની ખોટ સાલી રહી છે. ધોનીએ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહેતા રિદ્ધિમાન સહા ટીમ ઈન્ડિયાના વિકેટ કીપરની દોડમાં સૌથી આગળ હતો. પરંતુ તે કંઈ ખાસ પર્ફોર્મન્સ આપી શક્યો ન હતો અને ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. ઇંગ્લેન્ડ પ્રવાસમાં ટીમ ઈન્ડિયામાં દિનેશ કાર્તિક વિકેટ કીપર છે પરંતુ, એક સારા બેટ્સમેન તરીકે તે સફળ થયો નથી. હવે એવું માનવામાં આવી રહ્યું છે કે, ધોની આગામી વર્ષે વર્લ્ડ કપ બાદ સંન્યાસ લઈ લેશે. એવામાં ખેલાડી વિક્રમ રાઠોરની પસંદગી કરવાની વાત ચર્ચાય રહી છે.
ભારતના પૂર્વ ટેસ્ટ બેટ્સમેન વિક્રમનું માનવું છે કે, ઋષભ પંત, ઈશાન કિશન અને સંજુ સેમસન જેવા વિકેટ કીપર તથા બેટ્સમેન મહેન્દ્રસિંહ ધોનીનું સ્થાન લેવા માટે યોગ્ય છે. ધોની જ્યારે પણ સંન્યાસ લેશે ત્યાર પછી ત્રણ ખેલાડીઓ એવા છે જે મોટા અને સફળ વિકેટ કીપરનું સ્થાન લઈ શકે છે.
ધોનીએ વર્ષ ૨૦૧૪માં ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. હાલમાં ધોની ટીમ ઈન્ડિયાનો એક ખેલાડી છે. વર્ષ ૨૦૧૯ બાદ ધોનીનું સ્થાન ખાલી થાય એવી શક્યતાઓ છે. પંતનું પર્ફોર્મન્સ સારું છે.