દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સોસોદિયાની વિરૂધ્ધ દાખલ એક સરકારી સ્કુલના શિક્ષકની માનહાનિની ફરિયાદને અદાલતે રદ કરી દીધી છે.અદાલતે કહ્યું કે સરકારી કર્મચારી પોતાની ફરજ બજાવતા તમામ રીતના નિર્ણય લે છે.જેમાં કેટલાક ખોટા પણ સાબિત થાય છે પરંતુ તેનો અર્થ એ નથી કે તે તે કાર્યો માટે ખાનગી રીતે જવાબદાર છે.
નાયબ મુખ્યમંત્રી હોવાને કારણે શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા,શિક્ષણ નિદેશક (પૂર્વ) સૌમ્યા ગુપ્તા અને ઉચ્ચ શ ક્ષિા નિદેશક સ્ટેલાની વિરૂધ્ધ લખપત સિંહ નામના શિક્ષકની માનહાનિની ફરિયાદને રદ કરતા અદાલતે કહ્યું કે વર્તમાન મામલો માનહાનિના અપરાધના દાયરામાં આવતો નથી પ્રતિવાદીઓએ ફરિયાદકર્તાની વિરૂધ્ધ ન હોય તો અપમાનજનક શબ્દ કહ્યાં અને ન આવું કોઇ લાંછન લગાવ્યું.
ફરિયાદકર્તાનું કહેવુ હતું કે તે લાજપત નગર ખાતે એક સરકારી સ્કુલમાં ભણાવે છે.તેમનું શૈક્ષણિક યોગ્યતાઓને કારણે તેમના સબ્જેકટમાં ૧૦માં ધોરણનું પરિણામ ૧૦૦ ટકા રહ્યું તેમની સ્કુલમાં ઓચિંતા નિરીક્ષણ દરમિયાન શિક્ષા મંત્રીને તેમની વિરૂધ્ધ કેટલીક ફરિયાદ મળી તેના આધાર પર તેમને સ્કુલથી ટર્મિનેટ કરી દેવામાં આવ્યા તેની વિરૂધ્ધ તે કેટ ગયા જયાં તેમના ટર્મિનેશનને પ્રિંસિપલ ઓફ નેચુરલ જસ્ટિસના આધાર પર ગેરકાયદેસર આપવામાં આવ્યું પરંતુ તેમના ટર્મિનેશનના અહેવાલ આગામી દિવસે અખબારોમાં છપાઇ ગયા જેથી તેમના સમ્માનને ઠેંસ પહોંચી
અદાલતે કહ્યું કે અખબારમાં છપાયેલ અહેવાલમાં પ્રતિવાદીઓ તરફથી ફરિયાદર્તાને લઇ કોઇ નિવેદન આવ્યું નથી.અહેવાલ નાયબ મુખ્યમંત્રીના સ્કુલમાં ઓચિતી મુલાકાત અને નિરીક્ષણ પર આધારિત છે.પ્રેસની જવાબદારી છે કે સામાન્ય જનતાની સામે યોગ્ય તથ્યો અને માહિતીઓને પહોંચાડે. ફરિયાદકર્તાને ટર્મિનેટ કરવા ખોટું હોઇ શકે છે.જેવું કે કેટે પોતાના આદેશમાં ક હ્યું છે કે પરંતુ બિનકાનુની ટર્મિનેશનની વિરૂધ્ધ અવાદ ઉઠાવવો એક માત્ર યોગ્ય પધ્ધતિ કેટમાં તેના નિર્ણયને પડકાર આપવાનો હતો જેનો ઉપયોગ તે પહેલા જ કરી ચુકયા છે.કોર્ટે આગળ કહ્યું કે સરકારી કર્મચારીઓ દ્વારા પોતાની જવાબદારી નિભાવનારા સત્તાવાર નિર્ણય અને કામોને સંરક્ષણ પ્રાપ્ત છે.
ોમની વિરૂધ્ધ સીઆરપીસીની કલમ ૧૯૭ હેઠળ મંજુરી વિના અભિયોજન કરી શકાય નહીં