અમરનાથ યાત્રા એક દિવસ બાદ મોકુફ રાખવામાં આવ્યા બાદ આજે ફરી શરૂ કરવામાં આવી હતી. આજે વહેલી સવારે સઘન સુરક્ષા વચ્ચે ૩૦૬ શ્રદ્ધાળુઓની નવી ટીમ રવાના કરવામાં આવી હતી. ભગવતીનગર યાત્રી નિવાસથી આ ટીમ રવાના કરવામાં આવી હતી. ૧૮ જુદા જુદા વાહનોમાં તમામ શ્રદ્ધાળુઓ ભારે ઉત્સાહ વચ્ચે રવાના થયા હતા. આ યાત્રીઓમાં બલતાલ અને પહેલગામ મારફતે આગળ વધીને દર્શન કરનાર શ્રદ્ધાળુઓનો સમાવેશ થાય છે. સુરક્ષાના કારણોસર એક દિવસ માટે યાત્રા મોકુફ રાખવામાં આવી હતી. ૨૮મી જૂનના દિવસે અમરનાથયાત્રા શરૂ થયા બાદથી હજુ સુધી ૨.૮૨ લાખથી વધુ શ્રદ્ધાળુઓ પવિત્ર ગુફામાં સ્થિત કુદરતી રીતે બનતા શિવલીંગના દર્શન કરી ચુક્યા છે. આ અમરનાથ યાત્રા ૨૬મી ઓગસ્ટના દિવસે રક્ષાબંધનના દિવસે પૂર્ણ થનાર છે. લાખો શ્રદ્ધાળુઓ પહેલાથી દર્શન કરી ચુક્યા છે અને હજુ લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉત્સુક બનેલા છે.જુદા જુદા કાફલામાં શ્રદ્ધાળુઓને રવાના કરવામાં આવી રહ્યા છે. તમામ ખરાબ સંજોગો હોવા છતાં ભારે ઉત્સાહ છે.હાલમાં અમરનાથ ગુફા તરફ દોરી જતાં બાલતાલ માર્ગ ઉપર ભારે વરસાદના લીધે હાલત કફોડી બની હતી. ૩૦મી જૂનના દિવસે દિવસ દરમિયાન યાત્રાને રોકવામાં આવી હતી. આજે સવારે સઘન સુરક્ષા વચ્ચે નવો જથ્થો રવાના કરવામાં આવ્યો હતો. અમરનાથ યાત્રામાં હજુ સુધી ૨.૮૨ લાખ શ્રદ્ધાળુઓ દ્વારા દર્શન કરવામાં આવ્યા છે. સવારમાં સઘન સુરક્ષા વચ્ચે શ્રદ્ધાળુઓની ટુકડી રવાના થઇ હતી. કાશ્મીર ખીણ માટે જમ્મુથી શ્રદ્ધાળુઓની ટુકડી રવાના થઇ હતી. હજુ સુધી અમરનાથમાં શ્રદ્ધાળુઓ સતત પહોંચી રહ્યા છે. અમરનાથમાં બાબા બર્ફાનીના દર્શન કરવા માટે આજે સવારે શ્રદ્ધાળુઓની નવી ટુકડી રવાના કરવામા ંઆવી હતી. જુદા જુદા વાહનોમાં તમામ શ્રદ્ધાળુઓ સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે વહેલી પરોઢે રવાના થયા હતા. આજે શ્રદ્ધાળુઓની નવી ટુકડી ભગવતીનગર બેઝકેમ્પથી રવાના થઇ હતી.
અમરનાથ યાત્રીઓને ટાર્ગેટ કરવામાં આવી શકે છે તેવા હેવાલ આવ્યા બાદથી ભારતીય સેના અને સુરક્ષા દળો સાવચેતીના વધારાના પગલા લઇ રહ્યા છે. હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ હજુ પણ પહોંચી રહ્યા છે. દર્શન કરનાર શ્રદ્ધાળુઓનો આંકડો સતત વધી રહ્યો છે. બીજી બાજુ પુછમાં સ્થિત બાબા બુડ્ડા અમરનાથ યાત્રા માટે શ્રદ્ધાળુઓની બીજી ટુકડી સઘન સુરક્ષા વચ્ચે રવાના કરવામાં આવી હતી. જમ્મુના યાત્રી નિવાસભગવતીનગરથી શ્રદ્ધાળુઓની ટીમ જુદી જુદી ગાડીઓમાં રવાના થઇ હતી. જેમાં મહિલાઓ પણ સામેલ છે.