આગામી તા.૧૭ના રોજ ભાવનગરના અતિ મહત્વના પ્રોજેક્ટ એવા ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરાનાર હતું જેની કેન્દ્રીય મંત્રી ડો.માંડવિયાએ સત્તાવાર જાહેરાત પણ કરી હતી અને તંત્ર દ્વારા લોકાર્પણ કાર્યક્રમને લઈને પૂરજાશમાં કામગીરી પણ આરંભી હતી પરંતુ લોકાર્પણ કાર્યક્રમમાં ફેરફાર કરાયો છે અને હવે તા.૧૭ના બદલે તા.ર૩ના રોજ લોકાર્પણ કરાશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.
ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસના લોકાર્પણની તારીખ જાહેર થતાની સાથે જ કામગીરી પૂરજાશમાં આરંભી દેવાઈ. જેમાં આજે સીંગાપુરથી પેસેન્જર શીપ પણ આવી પહોંચ્યું હતું અને તેને ઘોઘાથી દહેજ રવાના કરવામાં આવ્યું હતું અને હવે ઘોઘામાં નવું શીપ આવશે તેવું પણ જાણવા મળેલ છે. લોકાર્પણ કાર્યક્રમમાં ફેરફાર થતા હવે તા.૧૭ના બદલે તા.ર૩ના રોજ વડાપ્રધાન મોદીના હસ્તે લોકાર્પણ કરાશે. જેમાં આજે વોક-વેનું પણ સફળતાપૂર્વક ઈન્સ્ટોલેશન કરવામાં આવ્યું હતું. એક તરફ એવું પણ મનાઈ રહ્યું છે કે, હવે વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થનાર હોય અને લોકાર્પણ કાર્યક્રમ પહેલા જા ચૂંટણી જાહેર થઈ જશે તો ફરી રો-રો ફેરી સર્વિસ પ્રોજેક્ટ વિલંબમાં પડશે તેવું ચર્ચાઈ રહ્યું છે ત્યારે હાલ પુરતું એક સપ્તાહ માટે આ કાર્યક્રમ મોડો કરવામાં આવ્યો છે.