દિવાળી પર્વ નજીક આવતાની સાથે જ શહેરની બજારોમાં જાત-ભાતના મુખવાસનું વેચાણ શરૂ થઈ ગયું છે. દિવાળી અને નૂતન વર્ષમાં દુકાન, ઓફિસ કે ઘરે આવતા મહેમાનોને મુખવાસ આપવાની પરંપરા આજે પણ જળવાઈ રહી છે તેના ભાગરૂપે અલગ-અલગ વેરાયટીઓવાળા મુખવાસ બજારમાં વેચાઈ રહ્યાં છે. જેમાં રૂ.ર૦ થી પ૦ સુધીના ૧૦૦ ગ્રામ મુખવાસ બજારમાં વેચાઈ રહ્યો છે જેની લોકો ખરીદી કરી રહ્યાં છે.