ભારતીય મહિલા કબડ્ડી ટીમે આજે જાકાર્તામાં 18માં એશિયાઈ ખેલોમાં પોતાના અભિયાનની શરૂઆત જીતથી કરી. ભારતીય ટીમે ગ્રુપ એમાં રમાયેલી મેચમાં જાપાનને 43-12થી કચડી નાખ્યું. એશિયન ગેમ્સમાં ભારતીય મહિલા ટીમે 2010 થી ભાગ લેવાનું શરૂ કર્યું અને પ્રવેશતાની સાથે જ સુવર્ણ પદક પર કબ્જો જમાવ્યો હતો. ત્યારબાદ 2014માં રમાયેલા એશિયન્સ ગેમ્સમાં ઈરાનને માત આપીને ભારતીય ટીમે ફરીથી સુવર્ણ પદક જીત્યો હતો. આવામાં ભારતીય મહિલા ટીમ તરફથી હેટ્રિક લાગવાની આશા સેવાઈ રહી છે.