દહેગામ તાલુકા સેવા સદન બહાર આડેધડ પાર્કીગની સમસ્યા

1497

એકતરફ અમદાવાદમાં જે બિલ્ડીંગ પાસે પાર્કીંગ વ્યવસ્થા ન હોત તેને સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે તો બીજી તરફ દહેગામમાં નવનિર્મિત તાલુકા સેવા સદનમાં મર્યાદિત પાર્કીંગ વ્યવસ્થા હોવાથી તાલુકાના અને દહેગામના નગરજનો ત્રાહિમામ પોકારી ગયા છે. ટ્રાફિક ઝુંબેશ અંતર્ગત દહેગામ પોલીસ દ્વારા રોડ પર વાહનો પાર્ક કરવા દેવાતા નથી. બીજી તરફ તાલુકા તાલુકા સેવા સદનમાં પાછળના દરવાજે તાળું મારી દેવામાં આવ્યું છે જેવો રસ્તો બંધ થયો કે લારીઓ વાળા અને લોકો દ્વારા ગાડી મુકી દેવામાં આવે છે.

દહેગામ શહેરમાં તમે આમ જોવા જાવ તો વિશાળ જગ્યાઓ છે પણ વ્યવસ્થિત આયોજનના અભાવે આજે દહેગામ શહેરમાં ટ્રાફિકની સમસ્યા એટલી વધી ગઈ છે કે ના પૂછો વાત. દહેગામમાં પહેલા તાલુકા સેવા સદન કચેરી સામુહિક આરોગ્ય કેન્દ્રની સામે હતી, ગાયકવાડ સરકાર સમયની આ કચેરીમાં મામલતદાર સહિત બધા અધિકારીઓ બેસતા હતા. જુની કચેરી હોવાથી નવી કચેરી બનાવવા માટે વ્યવસ્થા કરાઈ. આ જોવા જાઓ તો જુની મામલતદાર કચેરીમાં પુષ્કળ પ્રમાણમાં જગ્યા હતી. પણ નવી કચેરી ત્યાં ન બનવા પાછળનું એક કારણ એ હતું કે ગાયકવાડ સમયની એ કચેરીને ન પાડવા ભલામણ કરાઈ હતી. આજે એ જગ્યા માવજતના અભાવે ખંડેર હાલતમાં પડી છે. તાલુકા પંચાયતની જગ્યા મામલતદાર કચેરી બનાવવા માટે ફાળવાઈ પ્લાન તૈયાર થયો અને કચેરી બની ગઈ. પણ દુરદ્રષ્ટીના અભાવે કહો કે બીજું કઈ આ કચેરીમાં અંડર ગ્રાઉન્ડ પાર્કીંગ ન બનાવાયું. જેનો ભોગ આજે ત્યાં આવનારા લોકો બની રહયા છે.

દહેગામના સામાજિક કાર્યકર અને દહેગામ માર્ગ પરિવહન હીત રક્ષણ સમિતિના ગોવિંદભાઈ પટેલે જણાવ્યું કે તાલુકા સેવા સદનમાં જેે તે સમયે અંડર ગ્રાઉન્ડ પાર્કીંગ ન બનવાથી બહુ મોટી ભુલ કરી છે. એક તો તે એરિયામાં બસ સ્ટેન્ડ છે અને સાથેસાથે રીક્ષાઓ અને લારીઓ વાડા ઉભા રહે છે. આ જ જગ્યાએ તાલુકા સવાર સદન બનાવવા માટે અહીંયા આવેલી દુકાનોની લાઈન પાડી નાંખવામાં આવી હતી.

લોકો બેરોજગાર થઈ ગયા અને હવે ત્યાં લોકો ગાડીઓ મુકીને જતાં રહે છે. વાત તો એ જ થઈરોડ પર દબાણ. હાલ દહેગામમાં નવું બસ સ્ટેન્ડ આકાર લઈ રહયું છે અને તે જગ્યા ખુબ જ વિશાળ છે. જો તે જગ્યાનો વ્યવસ્થિત ઉપયોગ કરવામાં આવે અને બસ સ્ટેન્ડમાં રીક્ષા માટે વ્યવસ્થા કરવામાં આવે તો ટુ વ્હીલર અને ફોર વ્હીલર સાધનો માટે અંડર ગ્રાઉન્ડ પાક’ગ બનાવવામાં આવે તો ટ્રાફિકની સમસ્યા ખુબજ સરળ બની જશે.

આ મુદ્દે એસટીના એમડી સોનલ મિશ્રાને લેખિત રજૂઆત પણ કરાઈ છે. ભવિષ્યમાં ટ્રાફિક વધશે ઘટશે નહીં તો પ્લાનમાં ફેરફાર કરી અને હજુ બસ સ્ટેન્ડનું કામ શરૃ થયું નથી તો પાર્કીંગ મુદ્દે વિચારણા કરી રી પ્લાન કરવામાં આવેતો ટ્રાફીક મુદ્દે મોટી રાહત મળી શકે તેમ છે. અને ખાડે જતાં એસટી નિગમને આવક પણ થઈ શકે તેમ છે.

Previous articleડીવાયએસપી પરાગ વ્યાસને રાષ્ટ્રપતિ પોલીસ ચંદ્રક એનાયત
Next articleજિલ્લામાં છ લાખ વૃક્ષોના ટાર્ગેટ સામે ૬૦ હજાર વવાયા