ભાવનગરના મહારાજાએ બંધાવેલ ઐતિહાસિક્ જશોનાથ મહાદેવ મંદિરએ ભાવેણા માટે ગૌરવરૂપ મંદિર છે. હાલ શ્રાવણ માસમાં અત્રે ભારે માનવ મહેરામણ ઉમટે છે. આવા ઐતિહાસિક્ મંદિરનો ઈતિહાસ પણ અનોખો છે. હાલ આ મંદિર જિલ્લા ક્લેક્ટર અને સીટી મામલતદાર સંચાલન હેઠળ છે.
શહેરના સુપ્રસિધ્ધ જશોનાથ તથા મુરલીધરજી રઘુનાથજીની પ્રાણ પ્રતિષ્ઠા સવંત ૧૯૨૧ મહાસુદ સાતમના રોજ મહારાજા સર જસવંતસિંહ ભાવસિંહજીએ ક્રી છે.
મહારાજા જશવંતસિંહજી ભાવસિંહજીને વર્ષો પહેલા ગુરૂદેવ ખાખી બાબા ભૈરવનાથજીના શબ્દો (આર્શીવાદ)યાદ આવ્યા. ગુરૂદેવના આર્શીવાદથી ૫૦ વર્ષ જુનો ૧૧૬ ગામનો ઝઘડાનો સુખદ ઉક્ેલ આવ્યો અને પોતાના સર્વો પિતૃઓના મોક્ષાર્થે કશી વિશ્વનાથ મહાદેવની યાત્રા મોટા રસાલા સાથે સુખરૂપ ક્રી એ કયમી સ્મૃતિને યાદગાર બનાવવા કશી વિશ્વનાથ સ્વરૂપ જશોનાથજી મહાદેવ મંદિરની સ્થાપના સવંત ૧૯૨૧ મહાસુદ સાતમના રોજ ધામધુમથી ક્રવામાં આવી છે. સંપૂર્ણ શાસ્ત્રોકત, વાસ્તુશાસ્ત્ર મંદિર સ્થાપત્ય મુજબ સંપૂર્ણ શિવમંદિર છોટેકશી સમાજ જશોનાથ મંદિરનું નિર્માણ ર્ક્યુ. હાલ આ મંદિરને ૧૫૨ વર્ષ થઈ ચૂક્યા છે.
સૌરાષ્ટ્રમાં સોમનાથ મંદિર પછી બીજા નંબરનું ભવ્ય શાસ્ત્રોકત અને સંપૂર્મ શિવ પરિવાર સાથેનું શિવાલય આવેલ છે મુખ્ય ગર્ભગૃહમાં વિશાળમાં સરસ્વતીજી મા મહાકળીજી, રિધ્ધિ-સિધ્ધી સહિત ગણપતિજી, બટુક્ ભૈરવ, કળભેરવજી, હનુમાનજી, વિશાળ નંદિ, કચબા સહિતનું આ અલૌક્ક્િ અને સૂંપૂર્ણ મંદિર છે.
ગોહિલ રાજવંશે, સૂર્યવંશી હોય રઘુનાથજી ઈષ્ટદેવ મુરલીધરની વિશાળ પ્રતિમા સાથે, વિશાળ સત્સંગ હોલ, ગંગાજળીયા તળાવ કંઠે, ફુલવડી, સાધુ-સંતો માટે ઉતારા તથા ભોજનની યાત્રિકે માટે કયમી વ્યવસ્થા ક્રી, કયમી અભિષેક્ માટે વિશાળ સાત દરવાજાની વિશાળ વાવ, ક્ુવા રસોડાની વ્યવસ્થા ક્રી છે. તેમજ જશોનાથજીની સેવા માટે પુજારી સેવા પુજા ક્રે છે.
મહારાજા જશવંતસિંહજીથી ચાર પેટે આઝાદી સુધી મહારાજા ક્ૃષ્ણક્ુમારસિંહજી નિત્ય દર્શન માટે સવારે નિલમબાગથી આંબાચોક્ દરબારગઢ જતા પહેલા ઉઘાડા પગે નિત્ય દર્શન માટે પધારતા હતા. પછી જ દરબારગઢ ખાતે નિત્યક્રમ મુજબ કર્ય શરૂ ક્રતા હતા.
જુના ભાવનગર રાજ્યના ઈષ્ટદેવ જશોનાથ મહાદેવ મંદિરે પ્રાંચીન સંતોની આરાધના ભૂમિ-૧૫૦ વર્ષોથી અવિરત સત્સંગ, સાંજે ૫ થી ૬ વાગ્યા સુધી ચાલે છે. ઉપરાંત દરરોજ ક્બુતરને જાર-પવિત્ર વાલ પિતૃતર્પણ માટે શાસ્ત્રોકત સપ્તર્ષિ આરો, વુધ્ધ વડિલોનો વિસામો, નાના બાળકેને રમવાની જગ્યા વગેરે બનેલ છે. અને પ્રવૃત્તિઓ અવિરત ચાલુ છે.ભારતની ભૂમિ હજારો વર્ષની ગુલામીમાંથી મુકત થઈ એ પણ ૧૫મી ઓગષ્ટ ૧૯૪૭ના રોજ સાંજે ૪ વાગે જશોનાથ મંદિરના પટાંગણમાં પ્રજાપરિષદ દ્વારા વિશાળ સભા મહારાજા સર ક્ૃષ્ણક્ુમારસિંહજીના પ્રમુખ સ્થાને મળી ભારત આઝાદ થયું. પ્રજાસત્તાક્ ભારતનું નિર્માણ થયુ અને રાજાશાહીનો અંત આવ્યો.
જિલ્લા ક્લેક્ટર અને સીટી મામલતદારની હાથ નીચે ટ્રસ્ટ રચાયું અને ભાવનગરના ૨૨ મદિરો અને બે મસ્જિદો અને ૧ ચર્ચ સરકરી સંચાલન નીચે આવ્યા હાલ શ્રાવણ મહિનો શરૂ હોય અનેક્ ભાવિકે-ભકતો મહાદેવ મંદિરે દર્શનાર્થે પધારે છે.