વાવેરા પે સેન્ટર શાળામાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી

863

તા.૧૫-૮-૨૦૧૮ના દિવસે ૭૨માં સ્વતંત્ર્ય પર્વની ઉજવણી વાવેરા પે. સેન્ટર શાળામાં કરવામાં આવી સાથો સાથ શાળામાં પ્રથમવાર લાઈબ્રેરીનું લોકાર્પણ તેમજ ધ્વજવંદન એસએમસી અધ્યક્ષ તાલુકા ભાજપ મહામંત્રી કનુભાઈ ધાખડા તેમજ સરપંચ બિચ્છુભાઈ ધાંખડાના હસ્તે કરવામાં આવ્યુ તથા ધો. ૧ થી ૮ના વિદ્યાર્થી દ્વારા રાષ્ટ્રગીત, બેટી બચાવો બેટી પઢાવો સ્વચ્છતાનું મહત્વ પિરામીડ શિક્ષણનું મહત્વ જેવી કૃતિઓમાં ઉત્સાહથી ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઈનામો આપ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય ભાનુબેન સીઆરસી કો ઓર્ડીનેટર કાજલબેન સાથે તમામ શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી.

Previous articleઅલ્ટ્રાટેકના વાઈસ પ્રેસીડેન્ટની પુત્રીનું નિધન : શોકસભા યોજાઈ
Next articleભારતની સામાજીક સમસ્યાઓ વિષય પર ડો. અનુરાધાબેનનું વ્યાખ્યાન યોજાયું