ભારતની સામાજીક સમસ્યાઓ વિષય પર ડો. અનુરાધાબેનનું વ્યાખ્યાન યોજાયું

1128

ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે પ્રથમ વર્ષ બી.એ.ની વિદ્યાર્થીનીઓ માટે ‘ભારતની સામાજીક સમસ્યાઓ’ વિષય ઉપર ડો. અનુરાધાબેન મયાણીનું વ્યાખ્યાન યોજવામાં આવ્યુ હતું. જેમાં, તેમને હાલના સમયમાં આજના માણસે સમાજમાં કેવી રીતે સમસ્યાઓનો સામનો કરવો પડે છે ? તેમજ ભવિષ્યમાં જીવનના દરેક ક્ષેત્રમાં આવતી સમસ્યાઓનો હલ કઈ રીતે કરવામાં આવે છે ? તે અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.

મનુષ્યના જીવનમાં સમાજમાં કેવા કેવા બનાવોે બનતા હોય છે. અને જો તમે ધ્યાન ન રાખો તો આજના સમયમાં જીવનમાં આ સમસ્યાને સમજી વિચારીને દુર ના કરો તો ભવિષ્યમાં કેવી કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ? તેના અનેક ઉદાહરણો આપીને ભારતની સામાજીક સમસ્યાઓનું મહત્વ સમજાવ્યુ હતું.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ‘સમાજ’એ મનુષ્યના જીવનનું એક વિભિન્ન અંગ છે અને તેમા ઉભી થતી સમસ્યાઓ સમાજમાં કેવો ભાગ ભજવે છે. ? અને આજના માણસ તેના જીવનમાં સમયસર સમસ્યાઓનો ઉકેલ ન મેળવી શકે તો ભવિષ્યમાં સમાજમા તેનું સ્થાન ક્યાં હોય છે ? તેની વિસ્તૃત માહિતી આપી હતી.

Previous articleવાવેરા પે સેન્ટર શાળામાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી
Next articleદામનગરમાં ધર્મસંપ્રદાયની એકતાના દર્શન કરાવતી પાલખીયાત્રા નિકળશે