દામનગર શહેરમાં કુંભનાથ મહાદેવ મંદિર સેવક સમુદાય દ્વારા આયોજીત પવિત્ર શ્રાવણ માસે યોજાતી પાલખીયાત્રા તા.ર૦-૮ને સોમવારે વેજનાથ મહાદેવ મંદિરથી બપોરના ર-૩૦ કલાકે પ્રસ્થાન થઈ શહેરભરની મુખ્ય બજારોમાં દર્શનિય નજારો રચતી હજારો ભાવિકોને અદ્દભૂત દર્શન લાભ આપતી પાલખીયાત્રાને લઈ ભાવિકોમાં ભારે ઉત્સુક્તા જોવા મળી રહી છે. કુંભનાથ મહાદેવ સેવક સમુદાય દ્વારા ઉત્તમોત્તમ સુવિધાઓ મહાપ્રસાદ ફરાળ સહિતની વ્યવસ્થાઓ ધોતી પરિધાનમાં સજ્જ પંડિતો દ્વારા પાલખીને પ્રસ્થાન કરાવતા વૈદિક મંત્રોચ્ચાર શિવમહિમાની ગાથા સાથે વેજનાથ મહાદેવ મંદિરથી પ્રસ્થાન થઈ સાંજે કુંભનાથ મહાદેવ મંદિરે પહોંચે દરમ્યાન ઠેરઠેર પાલખીના રૂટ પર સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા ભાવિકો માટે શિતળ જળ, ચા, શરબત સહિતની સેવાઓ પાલખીને કમ્પાઉન્ડ આપતા વિવિધ સંગઠનો સમાન ગણવેશધારી સ્વયંસેવકોનું સુંદર સંકલન સમસ્ત શહેરમાં પાલખીયાત્રા માટે તત્પરતા જોવા મળી રહી છે. દરેક ધર્મ સંપ્રદાયની એકતાના અદ્દભૂત દર્શન કરાવતી પાલખીયાત્રાને લઈ શહેરીજનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.