અમરેલી આરોગ્ય તંત્ર દ્વારા જાફરાબાદ તાલુકાના પ્રા.આ.કેન્દ્ર બાબરકોટ, શિયાળબેટના નર્સ બહેનને એવોર્ડ પ્રાપ્ત થયો મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જયેશ પટેલ, આર.સી એચ.ઓ.ડો. આર.કે.જાટના પ્રયત્નોથી તાલુકા હેલ્થ કચેરી જાફરાબાદનાં પી.એચ.સી. બાબરકોટના શિયાળબેટના નર્સ કાજલબેન બી.રાઠોડે શિયાળબેટની લોહીનાં ઓછા ટકાવારી વાળી ૭૫ બહેનોને ઉપરી દવાખાને લઈ જઈ ડીલીવરી સમયે કોમ્પ્લીકેશનથી બચાવી છે અને સાથો સાથ ટેકોપ્લસ મોબાઈલ સોફટવેરમા શિયાળબેટની ૧૦૦ ટકા કામગીરી કરી એવોર્ડ પ્રાપ્ત કરી તાલુકાનું ગૌરવ વધારેલ છે.