પાલીતાણા તાલુકાની નાની રાજસ્થળી કે.વ.શાળા અને પેટા શાળામાં અમુક વિદ્યાર્થીની સતત ગેરહાજરીના કારણે બાળકો વાચન લેખન અને ગણનમાં નબળા હતા તો બાળકની સતત ગેરહાજરીનું મુખ્ય કારણ હતું. વાલીની આર્થિક પરિસ્થિતી અત્યંત નબળી હોવાના કારણે બાળકો તેમને ઘર ઉપયોગી કામ કસબમાં મદદ કરતા હતા ‘મિશન વિદ્યા’ પ્રોજેકટને ઉત્સાહથી સ્વિકારીને ગામના સરપંચ, એસએમસીના સભ્યો અને વાલી સંમેલન દ્વારા બાળકોની હાજરીમાં સતત વધારો જોવા મળે છે.
ગુજરાત સરકારનાં ‘મિશન વિદ્યા’ પ્રોજેકટને સફળ બનાવવા રાજપરા (ઠા) પ્રા. શાળાના આચાર્ય અને શિક્ષકોની અથાગ મહેનતથી આજે ધો.૬ થી ૮માં દરેક બાળકો આરોહ અવરોહ સાથે વાંચન કરી શકે એટલે કે ૧૦૦ ટકા સિદ્ધી મેળવી છે. ‘મિશન વિદ્યા’ પ્રોજેકટને સફળ બનાવવા નાની રાજસ્થળીના સી.આર.સી. કો. દોરિલા ભરતભાઈ સતત વાલી સંપર્ક એસએમસી મુલાકાત, આચાર્ય, શિક્ષકોને વિદ્યાર્થીઓને સતત પ્રેરણા અને માર્ગદર્શન આપીને સો ટકા સિધ્ધી મેળવવા સતત પ્રયત્ન કરી રહ્યા છે.