વાસણા ગામ નજીક અજાણ્યા વાહને બાઈક-છકડાને ટક્કર મારતા એકનું મોત, ર ગંભીર

1596

આજે સવારના સુમારે ધંધુકા-લીંબડી રોડ પરના વાસણા ગામ પાસે અજાણ્યા વાહને બાઈક-છકડાને ટક્કરે લેતા બાઈક સવારો ફંગોળાયા હતા.જેમાંથી એકની ગંભીર હાલતે અમદાવાદ રીફર કરાયેલ. જ્યારે અન્ય બેને સામાન્ય ઈજાઓ થવા પામી છે.

અકસ્માતની ઘટનાની ધંધુકા ૧૦૮ને જાણ કરાતા પાયલોટ આદમ વોરા તેમજ ઈએમટી અશોકભાઈ ઘટનાસ્થળે દોડી જઈ ત્રણેય ઈજાગ્રસ્તોને સારવાર સહ આર.એમ.એસ. હોસ્પિટલ ખાતે ખસેડયા હતા. જેમાં મુકેશ રણછોડને ગંભીર ઈજાઓ થતા અમદાવાદ ખાતે રીફર કરવામાં આવ્યો હતો. છેલ્લી માહિતી પ્રમાણે સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળેલ છે. મુકેશ રણછોડ કો.પટેલ જેને વધુ સારવારની જરૂરીયાતે વી.એસ. હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. અન્ય ઉમેશ જયંતિભાઈ બન્ને રહે.નવાગામ કર્ણા. તા.ધોલેરાના હોવાનું જાણવા મળેલ છે. જ્યારે અંબારામભાઈ ભુપતભાઈ છકડા ચાલક વાસણાના રહેવાસી છે. આમ દિન-પ્રતિદિન છેલ્લા કેટલાક સમયથી અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે ધંધુકા બગોદરા હાઈવે પરના ધંધુકા, ફેદરા, બગોદરા, ધોલેરા ૧૦૮ ઈમરજન્સી સેવાના કર્મચારીઓ સતત ખડેપગે સતર્ક રહી વિના વિલંબે ખરેખર માનવતાપૂર્ણ ફરજ અદા કરી રહ્યાં છે. અકસ્માતની ઘટના સંદર્ભે ધંધુકા પોલીસે અકસ્માત ગુનો નોંધી ખરેખર ગુનેગાર કોણ તે અંગે તપાસ હાથ ધરી છે.

Previous articleવિશ્વ ફોટોગ્રાફી દિવસ નિમિત્તે પ્રદર્શન
Next articleભારત એશિયા કપમાં ભારત પ્રેક્ટિસ કર્યા વિના જ પાકિસ્તાન સામે ટકરાશે!