શહેરનાં એરપોર્ટ રોડ પર આવેલ રવેચીધામ કે જ્યાં સરસ મજાનું પૌરાણીક રવેચી માતાનું મંદિર તથા સુંદર મજાનું તળાવ આવેલું છે ત્યાં આગળ નવો બનેલો રીંગરોડ ઉપર તળાવના કીનારે નવયુગ શીપબ્રેકીંગ કંપનીના બી.બી.નાયલનાં સૌજન્યથી આજે ગ્રીન સીટી દ્વારા ૨૧ વૃક્ષારોપણ કરવામાં આવ્યુ ંહતું આ તળાવ પાસે જાતજાતના અનેક પક્ષીઓ આવતા હોવાથી અહી ઉંબરાના વૃક્ષો વધુ વૃક્ષારોપણ કરવામાં આવ્યુ છે આ વૃક્ષારોપણ બી.બી.નાયલના પૌત્ર અને પૌત્રી દ્વારા કરવામાં આવ્યું હતું.
નાના બાળકોને નાનપણથી જ પર્યાવરણ પ્રત્યે પ્રેમ વધે એ હેતુથી નાના ભુલકાઓ દ્વારા વૃક્ષારોપણ કરાયુ હતું. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ દેવેનભાઈ શેઠએ રવેચી માતાના મંદિરના પ્રાગણમાં પક્ષીઓને ઉપયોગી થાય તેવા ૨૧ જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કરી તેનો ઉછેર કરી રહ્યા છે. આ વૃક્ષારોપણમાં ગ્રીનસીટીના દેવેનભાઈ શેઠ, અચ્યુતભાઈ મહેતા મેઘાબેન, પરેશભાી શાહ, તાયલ પરિવાર હાજર રહેલ.