ચાવડીગેટ પાસેના રહેણાકી મકાનમાંથી દેશી દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

1039

શહેરનાં ચાવડીગેટ પાસે આવેલ દેવીપુજક વાસનાં રહેણાકી મકાનમાં નિલમબાગ પોલીસે રેડ કરી દેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરી હતી.

નિલમબાગ પોલીસ સ્ટેશનનાં એએસઆઈ યુવરાજસિંહ ગોહિલ હેડ.કોન્સ ધનશ્યામભાઇ ગોહિલ હેડ.કોન્સ એ.એ.ગોહિલ પો.કોન્સ સંજયસિંહ ઝાલા પો.કો.જીગનેશભાઇ મારૂ પો.કો.માનદિપસિંહ ગોહિલ પો.કો.મુકેશભાઈ મહેતા પો.કો.અનિલભાઈ મોરી પો.કો.રૂપદેવસિંહ રાઠોડ  પો.કો.રાજેન્દ્રભાઇ આહિર વિ.પોલીસ સ્ટાફનાં માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન ભાવનગર એસ.ટી.બસસ્ટેન્ડ પાસે પહોંચતાં સાથેનાં હેડ.કો.ધનશ્યામભાઇ ગોહિલ ને ખાનગી રાહે બાતમીદાર થકી મળેલ બાતમી હકિકત મુજબ ચાવડીગેટ રામાપીરની દેરી પાસે દેવીપુજક વાસમાં રહેતો રાકેશભાઈ જેન્તીભાઇ ચુડાસમા પોતાનાં રહેણાંક મકાનમાં ગે.કા.દેશી દારૂનુ વેચાણ કરે છે તેવી હકિકત અનુસંધાને રહેણાંક મકાને જઇ રેઇડ કરતાં ઇસમ હાજર હોય તે મજકુર ઇસમને પકડી પાડી રહેણાંક મકાનની તપાસ કરતાં રસોડાનાં પ્લેટફોર્મ નિચે પ્લાસ્ટીક કંતાનનાં કોથળામાં દેશી દારૂ ભરેલ હોયઆશરે લીટર ૨૦૦/ તેની કિંમત.રૂપિયા.૪૦,૦૦/- ગણીકબ્જે કરવામાં આવેલ તેમજ આરોપીની પુછપરછ કરતાં આ દેશી દારૂ અધેવાડાનો લાલુ ધારશીભાઇ પરમાર જા.દે.પુ.રહે અધેવાડા ગામ દે.પુ.વાસ.વાળો આજરોજ વહેલી સવારે આપી ગયેલ હોય તેવી કબુલાત કરવામાં આવેલ તેમજ બંને ઇસમો વિરૂધ્ધ પ્રોહિ કલમ ૬૫(ઈ).૮૧.મુજબ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ.

Previous articleશ્રેયસ પારિતોષિક સન્માન સમારોહ
Next articleઉદ્યોગનગરમાં જુગાર રમતાં છ ઝબ્બે