ગુસ્તાખી માફ

696
smiley.jpg

યોગીના રોડ શો – સભામાં પાંખી હાજરીથી કોંગ્રેસે હરખાવા જેવુ નથી
ચૂંટણીના મેદાનમાં પક્ષો સામસામે પોત પોતાની રણનીતિ બનાવે છે એ અંતર્ગત યુપીના યોગી – આદીત્યનાથને ગુજરાતમાં ઉતાર્યા અને તેને રોડ શો – દક્ષિણ ગુજરાતમાં ઠેક ઠેકાણે પ્રચાર અર્થે મોકલાયા પરંતુ તેમાં પણ અન્ય ભાજપના કાર્યક્રકોની જેમ ભીડ એકઠી ન થતાં આશ્ચર્ય થયું. 
કોંગ્રેસના લોકો આ જોઈને હરખાયા જરૂર હશે પરંતુ કોંગ્રેસે આ બાબતમાં ખાસ હરખાવા જેવું એટલા માટે નથી કે યોગીના શું ભાજપના કોઈપણ કાર્યક્રમમાં સામેથી સંખ્યા આવે તેવું હવે બનતું નથી. વળી ભાજપના મોટા નેતા માટે પણ નાણાંકીય સગવડ કરી વાહનથી લઈને સંપૂર્ણ જવાબદારી સોંપ્યા પછી ભીડ ભેગી કરવી પડે છે. નેતાને શોભે એવી ભીડ ભેગી કરવા ગાંધીનગર આઈઆઈટીના લોકાર્પણમાં લગભગ ૪૦ થી પ૦ લકઝરી ગુજરાત બહારના કમ્પ્યુટરના સહાયકોને અને વિદ્યાર્થીઓને લાવવા પડયા હતા અને તે પણ ખુદ વડાપ્રધાનના કાર્યક્રમમાં એટલો ખર્ચ કર્યા પછી શકય બને છે. 
નવાઈની વાત એ હતી કે યોગી આદીત્યનાથને આ બધી વ્યવસ્થા ન કરવાનું કારણ જે હોય તે પણ ન મળતાં સ્થાનિક જવાબદાર થોડાક લોકો સિવાય ભીડ ન મળી તેની પાછળ આંતરીક મોટું કારણ એ પણ છે કે યોગી મોટું નામ કે ચહેરો ગુજરાતમાં બની ન જાય તે પણ મહત્વનું મનાઈ રહ્યું છે અને તેથી તેનું પણ આપમેળે પાણી મપાઈ જાય અને પોતાની લોકપ્રિયતા જોઈએ તેવું આયોજન ખાસ કરવામાં આવ્યું હોય તેવું લાગતા વળગતામાં ખાસ ચર્ચાઈ રહ્યું છે. ગુજરાતમાં તેને જો પ્રસિધ્ધિ મળે તો હિન્દુત્વનું મોટું કાર્ડ બની ન જાય તેની પણ આંતરિક રાજકારણની માંગ હતી જેથી કરીને પણ લગામ કરવી પડે તેવી હોવાનું રાજકીય નિરીક્ષકો માની રહ્યા છે. આમ યોગીના રોડ શો – સભાની સંખ્યા જોઈને કોંગ્રેસે હરખાવા ને ખાસ કેન્દ્ર લેવા જેવું ખાસ કંઈ નથી. 
રો-રો ફેરી ને બદલે વડાપ્રધાને પેસેન્જર શીપનું લોકાર્પણ કરવું પડે તે કેવુ!
ભાવનગરમાં ઘોઘાથી લઈને દક્ષિણના સુરત-દહેજ તરફ જવાનું અંતર ઓછું કરવાના એકમાત્ર પ્રોજેકટ અને તે પણ આટલા બધા સમયના અંતે પૂર્ણ ન થવા પાછળનું કારણ શુ? અને જયારે વડાપ્રધાન આવીને લોકાર્પણ કરવાના હોય તે પહેલાંથી જ તે કેમ તૈયાર ન રખાયો જેવા અનેક પ્રશ્નો વચ્ચે હકીકત એ છે કે વડાપ્રધાને ચૂંટણી માટે થઈને પણ તેનું લોકાર્પણ કરવું ખૂબ જ જરૂરી હતું.  મહત્વકાંક્ષી યોજના અને પબ્લિકની સગવડ માટેની યોજના હોવા છતાં અને ધાર્યુ કામ કરાવવા ભાજપ પ્રખ્યાત હોવા છતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવા મહારથીને પણ રો-રો ફેરી સર્વિસ ને બદલે ખાલી ચૂંટણી લક્ષી પેસેન્જર શીપ એટલે કે મુસાફરોને લાવવા લઈ જવાની માત્ર વ્યવસ્થાનું લોકાર્પણ કરવું પડે તે જ બતાવે છે કે જેને ભાજપના પક્ષનું શાસન આપી મોટી આશાઓ રાખી એવા ખુદ ભાવનગરના જીતુ વાઘાણીએ આ પ્રોજેકટમાં કેટલું ધ્યાને આપ્યું હશે ? અને તેથી જ વડાપ્રધાને આ ઉદઘાટન માટેની તારીખો કેન્સલ કરવી પડી અને વિરોધપક્ષતને એકવાર ફરી કલ્પસરીય મુદો આપી દેવાની વાત થઈ. આમ ભાવનગરમાં આમેય રાજકીય ઉથલ પાથલો થાય તેવું વાતાવરણ છે તેમાં આ મુદ્દો ભાજપ માટે ફરી એકવાર વોટ ઘટાડવાના કે માછલાં ધોવાનો મુદ્દો બની શકે છે !!
ભ્રષ્ટાચારમાં ભારતનો ક્રમ વધ્યો તેની જવાબદારી કોણ લેશે !!
ભૂખ્યા જનોની વેદના ને વાચા આપશે કોણ ? વાડ જ ચિભડા ગળે તેવો વાતાવરણમાં સામાન્ય માનવી જેને ગરીબ એવા નામ આપીને રાજ કરવાના વર્ષોથી રાજકારણીઓના પેતરા જોતા આવ્યા છીએ. પરંતુ આવા જનોની સંખ્યા વધતી જાય છે એ એક ચિંતાનો વિષય છે જ!!
સામાન્ય માણસનું જીવન સુખમય કેવી રીતે બને ખાસ કરીને રોટી-કપડા-મકાન પાયાની જરૂરીયાતો સંતોષાય તે જ તેના માટે વિકાસ કે સ્વર્ગના દ્વાર હોય છે તેની ચિંતા કોણ કરશે ? 
છેક પુરાતન કાળથી આ સમસ્યાનો જ ઉપરના કહેવાતા લોકોએ લાભ ઉઠાવ્યો છે. શાહુકારો વ્યાજ પેટે પોતાની પ્રપંચ જાળ રચતા જેનું સ્થાન આજે ઉદ્યોગપતિ -રાજકારણીઓની જુગલબંધીએ લીધું છે જેમાં સામાન્ય માનવી અને ખાસ કરીને મહિલાઓ પીસાતી આવી છે. ફિલ્મો સમાજના તે વખતના દૃશ્યને આબાદ ઉપસાવે છે તેવું જ શાહુકારો દુકાનમાંથી અનાજ આપવાના બહાને છોકરા-ભૂખ્યા છે તેને ખવડાવવાના બહાને શોષણ કરતાં આવ્યા છે તેવું આજે આધૂનિક તબકકે ઓફિસમાં બોસ કે પછી માલિકો કરતાં આવ્યા છે. પરિસ્થિતિએ નવા કપડા પહેર્યા છે. પરંતુ સામાન્ય માનવી માટે ખાસ ફરક પડયો હોય તેમ જણાતુ નથી. સરકારનો અર્થ જ એ થાય કે સર્વજન હિતાય- કામ કરવું સામાન્ય માણસ હોય તે તવગંર દરેકનું જીવન સુખમય બનવું જોઈએ. ભૂખ્યો માણસ સહન શક્તિની હદ સુધી સંસ્કારીતામાં રહે પછી ઝુંટવીને પોતાનુ અસ્તિત્વ ટકાવી રાખવાનો પ્રયત્ન કરવાનો જ છે, જે સમાજના સડા તરીકે બહાર આવશે. સંગઠન સ્વરૂપે મોટી નકસલી યોજના તરીકે બહાર આવશે કે પછી ભાઈની ટોળી બનશે કે પછી એકલ દોકલ વૃધ્ધ -વૃધ્ધાની હત્યા કરી લૂંટ ચલાવશે. પરંતુ પેટનો ખાડો આમને આમ આગળ વધશે તો સમસ્યા મોટીને વિકરાળ બનશે તેને કોણ જોશે.
ગુજરાતની ચૂંટણી જાહેર કયારે !! વડાપ્રધાનના કાર્યક્રમને આધારે અનુમાનો 
સામાન્ય રીતે ચૂંટણીપંચ સ્વતંત્ર છે. પરંતુ હિમાલયની સાથે ગુજરાતની ચૂંટણી જાહેર ન થતાં અનેક અટકળો લાગવા લાગી છે. શું ચૂંટણીપંચની સ્વતંત્રતા સામે પ્રશ્નો છે કે કેમ? વડાપ્રધાનના કાર્યક્રમને આધારે લાગતી તારીખની અટકળો એ ચૂંટણીપંચ માટેનું એક કલંક જરૂર ગણાવી શકાય!! ચૂંટણીપંચ કયારે ચૂંટણી જાહેર કરે તેની પાછળ કારણ જરૂર હોવું જોઈએ, કોઈના ઈશારે નહી!!

Previous articleઆજે ભાટ ગામમાં સાત લાખથી વધુ કાર્યકરોની ઉપસ્થિતિમાં પેઈજ પ્રમુખ સંમેલન યોજાશે
Next articleરૂ. ૨૪૩ લાખના લોકાપર્ણ અને રૂ. ૧૭૫ લાખના વિકાસલક્ષી કામોના ખાતમૂર્હત કરાયા