૧૦૦ શહેરોમાં કોંગી નેતાઓ રાફેલ ડિલના ગોટાળા અંગે માહિતી આપશે

906

૧૦૦ શહેરોમાં કૉંગ્રેસના નેતાઓ એક સાથે પત્રકાર પરિષદ કરીને રાફેલ દિલમાં થયેલા ગોટાળા અંગે માહિતી આપશે. આ માટે રાહુલ ગાંધીએ ૬ સભ્યોની એક કમિટી બનાવી છે.

ઉલ્લેખનીય છે કે સંસદમાં અવિશ્વાસના પ્રસ્તાવ દરમિયાન રાહુલ ગાંધીએ રાફેલ સોદામાં ગોટાળા થયા હોવાના આક્ષેપો કર્યા હતા.

રાહુલ ગાંધીએ રાફેલ વિમાન માટે મોદી સરકાર વધારે કિંમત ચૂકવી હોવાનું કહ્યું હતું. જેના પગલે રક્ષા મંત્રી નિર્મલા સીતારમનને સફાઈ આપવી પડી હતી.

Previous articleઉદ્યોગનગરમાં જુગાર રમતાં છ ઝબ્બે
Next articleકેરળ પૂરગ્રસ્ત માટે પેટીએમ માલિકે દસ હજારનું દાન આપતા ટ્રોલ થયા