મુઠ્ઠી ઉંચેરા માનવી અટલજીએ પક્ષ-દેશ-રાજકારણ વચ્ચે અજબ સંતુલન ઉભુ કર્યું હતું
ભાજપમાંથી અટલ બાદ શૂન્યવકાશ, તેમના જીવનમાંથી સારા નેતા બનવાના તમામ પાસા મળી રહે તેમ છે. તેથી નેતાઓએ રાજકારણ અને દેશ તથા પક્ષ વચ્ચે સંતુલન રાખવાનું શીખવું હોય તો બાજપેયીથી ઉત્તમ નેતા ન મળી શકે. સિધ્ધાંતો સાથે સમાધાન કર્યા વગર પોતાના પક્ષનું કામ દેશને નુકશાન કરે તેવુ ન બની રહે તેનું સતત તેમણે ધ્યાન પોતાના જીવન પર્યન્ત રાખ્યું છે. અન્ય પક્ષના લોકો બીજી વિચારધારાના હોઈ શકે પરંતુ દેશના દુશ્મન નથી તેવી કિન્નાખોરી કયારેય અટલજીએ રાખી નથી અને તેથી જ તેમના પ્રત્યે પણ કોઈ પક્ષમાં માનથી ઓછું તેમના માટે નથી. નરસિંહ રાવ હોય કે રાજીવ ગાંધી અને તે પહેલાં ઈન્દીરાજી પરંતુ અટલજી પોતાની વાત જ કરે સામાને અત્યંત ખરાબ હિત ચિતરવામાં કયારેય માનતા નહીં. આજના તમામ રાજકારણીઓએ તો અટલજીને ધ્યાનમાં રાખી નેતાગીરી અને રાજયકારણ શીખવું રહ્યું. જેમાં ખાસ ભાજપના નેતાઓ માટે તો સીધે સીધું ઉદાહરણ બની શકે તેવા છે. તેમના માટે રાજકારણની કિતાબ ગણાય.
ખરેખર ભાજપમાં ગમે તેટલો કિચડ હતો કે જેમાં કમળને ખીલવવાનું હતું ત્યારે અટલજીએ પોતાના જીવનરૂપી કમળ દ્વારા રાજકારણના કીચડમાં પણ ભાજપનું કમળ ખીલવી બતાવ્યું હતું અને એક ટીખળી એ એટલે સુધી કહ્યું કે ભાજપમાંથી કમળ ગયું અને હવે કીચડ રહ્યો તેવું આજના નવા નેતા બાજપેયીના ગયા પછી સાબિત ન કરે તો સારૂ!! ઈન્દીરા ગાંધીને કંઈક કહેવું હોય તો તે પુરા માન સામે હમારી બહન ઈન્દીરા ગાંધીથી શરૂ કરી વ્યંગ કરતાં ત્યારે સાંભળનારા આફરીન પોકારતા અને પોતાની જે વાત કહેવી હતી તે કહી શકતાં. હાલના નેતાઓની જેમ ભાષામાં હલકાપણું કયારેય જીવન પર્યન્ત તેઓ લાવ્યા ન હતા. કવી હૃદય તો હતા જ વળી…
બેંકોને ખંખેરી ભાગી ગયેલા ગોટાળાબાજ પછી હેકર્સની સરકારને ચેલેન્જ
ભારતના ૭૨મા સ્વાતંત્ર્તા દિવસના બે દિવસ પહેલાં જ દેશની સૌથી મોટી સાયબર લૂંટની ઘટના બહાર આવી છે. મહારાષ્ટ્રના પૂનાની કોસમોસ બેન્કનું સર્વર હેક કરીને રૂપિયા ૯૪ કરોડની ઉઠાંતરી કરવામાં આવી છે. આ સૌથી મોટી સાયબર લૂંટ સાથે ભારત સરકાર માટે પણ સૌથી મોટ ચેલેન્જ હેકર્સ દ્વારા ક્રેડિટ કાર્ડ કે પછી ડેબિટ કાર્ડ દ્વારા પૈસા કાઢી લેવાની ઘટનાઓ ઘટી રહી છે.
કોસમોસ બેન્કનું સર્વર હેક કરી લેવામાં આવ્યું એવી રીતે સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક કે પછી અન્ય સરકારી અને સ્વતંત્ર બેન્કોના સર્વર હેક કરીને સાયબર લૂંટ થઈ શકે છે. કોસમોસ બેન્કની જેમ અન્ય બેન્કોએ પણ આ ઘટનાથી સબક લઈને પોતાની સાયબર ક્રાઈમને રોકવાની સિસ્ટમને ફરી એકવાર તપાસી લેવી જોઈએ. જે સૌથી મોટી સાયબર લૂંટ થઈ તેની તપાસ શરુ થઈ ગઈ હશે. પરંતુ આવા મામલાઓમાં ગુન્હેગાર સુધી પહોંચવું બહુ મુશ્કેલ હોય છે. કોસમોસ બેંકમાંથી જે રૂપિયા ૯૪ કરોડ ઉપાડી ગયા છે તે બેન્કનું એક પ્રકારનું આર્થિક નુકસાન છે. જો કે કોઈ પણ ખાતેદારના ખાતામાં આ પૈસા ઓછા નહીં હોય પણ બેંકના પોતાના નફામાં આ નાણાં ચોક્કસ ઓછા થયા જોવા મફ્રશે. કોસમોસ બેંકની ઘટના એક ચેતવણી છે. બધી બેન્કો પોતાની સાયબર સિક્યુરિટી સિસ્ટમ ફરી વાર તપાસ કરે જેથી ફરીથી સાયબર લૂંટ ન થાય.
કોંગ્રેસે વિરોધપક્ષની ભૂમિકા બરાબર ભજવવી પડશે : ના આવડે તો ભાજપ પાસેથી શીખો
ગુજરાતમાં વિરોધ પક્ષ તરીકેની ભૂમિકા અદા કરવામાં કોંગ્રેસ નિષ્ફળ ગયો હોય તેવો લોકોમાં અભિપ્રાય ઉદ્દભવવા પામ્યો છે. જો કે કોંગ્રેસનો લોકહિત માટેના પ્રશ્નો હલ કરવા માટે જે પ્રકારે ગાંધી ચિંધ્યા રાહે સરકાર કે તેના તંત્ર સામે વિરોધ કરે છે તે ખરેખર ઘણો સારો છે પરંતુ આમ પ્રજા ભાજપા દ્વારા અગાઉ જે રીતે જાહેરમાં સરકાર સામે વિરોધ થતો તે પ્રકારે આક્રમક વિરોધ કરવો જોઈએ જેથી આમ પ્રજામાં તેના પડઘા પડે અને તો જ સરકાર લોકહિતના લોકોને જરૂરી કામ કરે ત્યારે કોંગ્રેસ આક્રમક રૂખ અપનાવવાની અતિ જરૂરી છે તેમ આમ પ્રજા ઈચ્છી રહી છે.
પરિણામે આમ પ્રજાનો વિશ્વાસ તો કેફ્રવ્યો છે પણ તે મત પેટી સુધી પહોંચી શકે તેમ નથી જે એક તદ્દન સ્પષ્ટ દેખાતી હકીકત છે. અને આમ પ્રજા પણ તે અનુભવી રહી છે. ગત વિધાનસભા ચૂંટણી પહેલાં રાજ્યભરમાં જે પાટીદાર આંદોલન લાંબો સમય ચાલ્યુ અને તેમાં પણ જે રાજકીય ખેલ ખેલાયા તેનાથી પણ આંદોલનને કોઈ અસર ન થઈ પણ કોંગ્રેસ તેનો લાભ ઊઠાવવામાં ખૂબ જ કાચી પુરવાર થઈ તો હાર્દિક પટેલે પણ જગ જાહેર કોંગ્રેસની તરફેણ કરી ન હતી પણ ભાજપને મત ન આપવા અપીલ કરતો રહ્યો હતો જેના પરિણામે કોંગ્રેસને સત્તા ન મળી પણ ભાજપને મોટો ફટકો જરૂર પડ્યો અને બે આંકડા પર ભાજપ આવી ગયો પણ એ વાત નિશ્ચિત થઈ કે લોકો સત્તાધારી પક્ષ સામે વિરોધ કરવામાં આક્રમક વિરોધ પસંદ કરે છે.
હવે કોંગ્રેસમાં સ્થાનિક નેતાગીરીએ વાડાબંધી કે મારા તારાના ભેદભાવ ભૂલીને માત્ર ઉપવાસ આંદોલન નહિ પણ જે તે વિસ્તારના સળગતા પ્રશ્નો રચનાત્મક આંદોલન કરવા પડશે બાકી ઉપવાસ આંદોલનની અસર આ સરકારને થવાની નથી તે નથી જ. ઉપવાસ આંદોલનથી શેકેલો પાપડ ભાંગવાનો નથી એટલે હવે સમજીને કોંગ્રેસે લોક પ્રશ્ને આક્રમકતા બતાવવી પડશે રચનાત્મક આંદોલન કરવા પડશે.
હાર્દિકને ભાજપ જ મોટો બનાવી રહ્યું છે તેનાથી આટલું બધુ શા માટે ડરે છે
લોકશાહીમાં કોઈનો અવાજ દબાવી દેો એ પ્રથમવાર ગુજરાતના ઈતિહાસમાં જોવા મળી રહ્યું છે. ગાંધીજીએ ઉપવાસ દ્વારા અને અહિંસક આંદોલન દ્વારા પોતાની વાત દેશવાસીઓ સુધી પહોંચાડી હતી અને તેજ શસ્ત્રથી અંગ્રેજોને ભગાડયા હતા તો એક સમાજનો નાનો છોકરો આખા પક્ષ માટે મુસીબત શા માટે બની રહ્યો છે તે આશ્ચર્ય પમાડે તેવી બાબત ગણાય અને તે ઉપવાસ કરી પોતાની વાત મુકવા માંગે છે ત્યારે સત્તાના જોરે તેને જગ્યા નહી આપવી કે મંજુરી નહી આપવી એ ખૂબ જ વધારે ડર બતાવી રહ્યું છે. શા માટે હાર્દિકથી આટલા બધા ડરવાની જરૂર છે ?
હાર્દિકમાં એવું તે શું છે ? ખરેખર જાણકારો કહી રહ્યા છે હાર્દિકને મહત્વ વધારે પડતું આપીને ભાજપ જ તેને હીરો બનાવી રહ્યું છે અને હજી મોટો નેતા બનાવશે. લોકોની હમદર્દી અને સત્ય સાથે લોકોનો રહેવાનો મૂળભૂત સિધ્ધાંત હાર્દીકની તાકાતને વધુને વધુ મજબૂત બનાવી રહ્યો છે અને તેથી કદાચ તેનામાં પણ વધુ દ્રઢ મનોબળ પણ આવતું હશે. તેથી જ કોંગ્રેસના માટે આ સ્થિતિ મોં માં પતાશુ આવ્યા જેવી સાબિત થવાની છે. તેના વિરોધપક્ષ તરીકેના નબળા પાસાને ખુદ ભાજપ મજબૂત બનાવી રહ્યું છે જેથી ૧૦૦ ટકા લોકસભાની બેઠકોમાંથી પ૦ ટકા બેઠકો ગુમાવવાનો વારો આવે તો નવાઈ નહીં…