રૂ. ૨૪૩ લાખના લોકાપર્ણ અને રૂ. ૧૭૫ લાખના વિકાસલક્ષી કામોના ખાતમૂર્હત કરાયા

1263
guj16102017-6.jpg

વડાલી તાલુકામાં રાજય સરકારની વિવિધ યોજનાકીય કામોનું લોકાપર્ણ અને ખાતમૂર્હત વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરાના હસ્તે કરવામાં આવ્યું હતું. 
વડાલી તાલુકામાં રૂ. ૧૭૫ લાખના ૮ કામોનું ખાતમુહૂર્ત તથા રૂ. ૨૪૩ લાખના ૯ વિકાસલક્ષી કામોનું લોકાપર્ણ કરતા અધ્યક્ષ રમણલાલ વોરાએ જણાવ્યું હતું કે, રાજય સરકારનો મુખ્ય આશય ગ્રામ્ય અને શહેરી વિસ્તારના રસ્તાઓનું નિર્માણ કરવાની સાથે પ્રાથમિક પાયાની સુવિધાઓ વધારવાનું છે. 
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઇડર અને વડાલી તાલુકામાં સિંચાઇ, પીવાના પાણીની સુવિધા, વીજળી તળાવો,માઇનોર કેનાલ,આરોગ્ય અને શિક્ષણ સહિતના સામુદાયિક વિકાસના કામો સરકારના વિવિધ વિભાગોમાં રજૂઆત અન પરામર્શમાં રહીને પરીપૂર્ણ કરવામાં આવ્યા હોવાનું તેમણે ઉમેર્યુ હતું. 
આ કાર્યક્રમ પ્રસંગે વડાલી નગરપાલિકા પ્રમુખ  સમતાબેન સગરતખતસિંહ હડિયોલ, કિર્તી જયસ્વાલ, પ્રધ્યુમનસિંહ ચંપવત સહિત નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 

Previous articleગુસ્તાખી માફ
Next articleભાવિક જાટકીયાની યોગી સાથે મુલાકાત