કેરળમાં ધોધમાર વરસાદથી સર્જાયેલી તારાજીને રોકવા અને પૂરગ્રસ્તોને તેમાંથી બહાર કાઢવા માટે જમીન પર દરેક પ્રકારના પ્રયાસો ચાલુ છે, પરંતુ સાથે જ આકાશમાં પણ દરેક સ્થિતિ પર નજર રખાઈ રહી છે. ઈન્ડિયન સ્પેસ રીસર્ચ ઑર્ગેનાઈઝેશન (ૈંજીર્ઇં)ના પાંચ સેટેલાઈટ રાહત કાર્યમાં મદદ કરવામાં મોટી ભૂમિકા નિભાવી રહ્યાં છે. આ માહિતી ઈસરો સાથે જોડાયેલા એક અધિકારીએ આપી છે. ઉલ્લેખનીય છે કે કેરળમાં ભારે પૂરના કારણે સર્જાયેલી તબાહીથી મૃત્યુ આંક ૩૫૦ને પાર પહોંચી ગયો છે. ૯ ઓગષ્ટ બાદ ૧૯૬ લોકોના મોત થયા છે.
ઈસરોના અધિકારીએ જણાવ્યું કે ધરતી પર નજર રાખનારા સેટેલાઈટ ઓશનસેટ-૨, રિસોર્સસેટ-૨, કાર્ટોસેટ-૨ અને ૨છ અને ઈનસેટ ૩ડ્ઢઇ ગ્રાઉન્ડ સ્ટેશન વાસ્તવિક સમયની તસ્વીર મોકલતા હોય છે. જેનાથી પૂરની તિવ્રતા સમજવામાં અને રાહત-બચાવકાર્યની યોજના બનાવવામાં સરળતા પડે છે. તેમણે જણાવ્યું કે આ સેટેલાઈટના મળેલા ડેટાના આધારે પૂરમાં એલર્ટ જાહેર કરવામાં મદદ મળે છે.
સાથે જ એવા સંવેદનશીલ વિસ્તારોને સંતર્ક કરવામાં આવે છે, જ્યાં પાણીનું સ્તર વધુ હોય છે. હવામાન સાથે જોડાયેલી આગાહી પણ જાણી શકાય છે. અધિકારીઓએ જણાવ્યું કે આ ડેટા હૈદ્રાબાદના નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર સ્થિત ડિસિજન સપોર્ટ સેન્ટરમાં પ્રક્રિયા કરવામાં આવે છે. ત્યાંથી આ ઈસરોના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સપોર્ટ પ્રોગ્રામ હેઠળ સમયાંતરે કેન્દ્ર અને રાજ્યોને મોકલવામાં આવે છે.
ઈનસૈટ- ૩ડ્ઢઇ ઈમેજિંગ સિસ્ટમ અને એટ્મસફેરિક સાઉન્ડથી સજ્જ છે. જે તાપમાનથી લઈને ભેજ સુધી આગાહી જણાવે છે. કાર્ટોસોટ અને રિસોર્સસેટમાં કેમેરા હોય છે, જેનાથી આ હાઈ રેઝૉલ્યુશનની તસ્વીરો મોકલી પૂર અંગે ચેતવણી આપે છે.